મહેસાણામાં ટ્યુબવેલનો પાણીનો બંબો ખુલ્લો મુકી દેતાં રોડ પર પાણી જ પાણી

 
 
                       
 
                          મહેસાણામાં તંત્રની નિષ્ક્રિયતાના કારણે કસબા પોલીસ ચોકી નજીક પાલિકા દ્વારા નવા બનાવાયેલા પાઈપનો બંબો કલાક સુધી ખુલ્લો મુકી દેવાયો હતો. પરિણામે કસબાથી પટેલ વાડી સુધી જાહેર રોડ પર પાણી વહેતુ થયું હતું. જેથી રહીશો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. 
જાણવા મુજબ મહેસાણામાં કસબા ચોકી નજીક નવો ટ્યુબવેલ બનાવાયો છે, જેમાંથી માટીયુક્ત પાણી આવતું હોવાથી બોરને એવો ગટરમાં વાળવાને બદલે જાહેર માર્ગ પર ખુલ્લો મુકી દેવાયો હતો. જેથી પાણીનો ધોધ રોડ પર વહેતો થયો હતો અને ભરશિયાળે આ વિસ્તારના લોકોને ચોમાસા જેવો માહોલ અનુભવ્યો હતો. 
બોર પાઈપમાંથી સતત નીકળતા પાણીના ધોધમાં ભૂલકાઓએ ન્હાવાનો આનંદ ઉઠાવ્યો હતો. જા કે કસબા પોલીસ ચોકીથી પટેલ વાડી સુધી સર્વત્ર પાણી ભરાયા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.