એક આશંકાના કારણે 7 વર્ષના બાળકને આપી દીધું કરૂણ મોત, કાકી બૂમો પાડતી રહી પણ તેનું ન સાંભળ્યું

ટીઆઇ ઇન્દ્રમણિ પટેલે જણાવ્યું કે, એક 7 વર્ષનો માસૂમ સાંવેર રોડ પર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં તેની બહેન અને કાકી સાથે ભંગાર વીણતો હતો. આ સમયે બાઇક પર બે યુવક આવ્યા અને તેના પર સળિયાથી વાર કરી દીધો. આ બંને યુવકને શંકા હતી કે તે કારખાનાની અંદરથી ભંગારની ચોરી કરે છે. જો કે તેની કાકીએ બાળકનો બચાવ કરતા ચોરીનો ઇન્કાર કર્યો પરંતુ યુવકોએ ન સાંભળ્યું અને કોઈ બચાવવા પણ ન આવ્યું, કાકી અને બહેન ચીસો પાડતી રહી અને બંને યુવકોએ માસૂમના માથા પર સળિયાથી વાર કરી દીધો. બાળકને એટલું જોરથી માર્યું કે તે જમીન પર પડી ગયો અને પછી ઉઠી ન શક્યો. બંને આરોપી યુવક હાલ ફરાર છે જેની પોલીસને શોધ છે.
                
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.