એકમાત્ર દીકરાની આદતે પરિવારને બનાવ્યો ધનવાનમાંથી કંગાળ, વેચાઈ ગયાં કોઠી અને કાર, પત્ની-બાળકે પણ છોડ્યો સાથ

દોસ્તોની સાથે ફિલ્મ જોવાની વાત કહીને ઘરેથી નીકળેલા યુવકનું નશાના ઓવરડોઝથી મોત થઈ ગયું. મૃતકના બે દોસ્તો તેને સિવિલ હોસ્પિટલની ઇમરજન્સીમાં છોડીને જતા રહ્યા, જ્યાં સ્ટાફને તેના ખિસ્સામાંથી સિરિંજ મળી આવી. સિવિલ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને લાવારિસ માનીને યુવકની લાશને મોર્ચરીમાં મોકલી દીધી. બપોર પછી મરનારની ઓળખ ન્યુ ચંદરનગરમાં રહેતા રાહુલ કુમાર તરીકે થઈ. માતા સુદેશ રાનીએ સિવિલ હોસ્પિટલ આવીને તેની ઓળખ કરી. ઉલ્લેખનીય છે કે, થોડાંક વર્ષો પહેલા સુધી રાહુલનો પરિવાર ઘણા પૈસાદાર પરિવારોમાં ગણવામાં આવતો હતો. પરિવારનો એકમાત્ર દીકરો હોવાને કારણે રાહુલ ખોટા મિત્રોની સોબતમાં આવી ગયો. પિતાના મોત પછી રાહુલ બહુ વધારે નશો કરવા લાગ્યો. તેના કારણે તેમની કોઠી, કાર અને તમામ સંપત્તિ વેચાઈ ગઈ. તેની પત્નીએ પણ તેની પાસેથી છૂટાછેડા લઈ લીધા અને દીકરાને સાથે લઈ ગઈ.
 
માતાએ જણાવ્યું કે રાહુલ કપડાંના શૉરૂમમાં નોકરી કરતો હતો. તે ઘણા સમયથી નશો કરવાની આદત ધરાવતો હતો, પરંતુ લગભગ એક વર્ષથી તેણે નશો લેવાનું ઘણું ઓછું કરી દીધું હતું. ગુરૂવારે સવારે રાહુલે કામમાં રજા રાખી હતી. સવારે લગભગ સવા દસ વાગે તેણે તેની માતા પાસેથી 100 રૂપિયા લીધા અને દોસ્તો સાથે ફિલ્મ જોવાની વાત કરીને ઘરેથી નીકળી ગયો. બપોરે તેના દોસ્તે ફોન કરીને કહ્યું કે રાહુલની તબિયત ખરાબ થઈ ગઈ છે, તેને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો છે. તે હોસ્પિટલ પહોંચી ત્યાં સુધીમાં રાહુલનું મોત થઈ ચૂક્યું હતું.
 
રાહુલની સાથે કામ કરતા દોસ્ત રમણે જણાવ્યું કે ગુરૂવારે સવારે રાહુલે તેને ફોન કરીને કહ્યું- આજે રજા રાખી લે. ફિલ્મ જોવા જવું છે. ત્યારબાદ ચંદીગઢ રોડ પર આવેલી ટ્યૂબવેલ પર નહાવા જઇશું. રાહુલના આવ્યા પછી તે બંને બાઇક પર પોતાના દોસ્ત વિશાલ પાસે ગયા. ત્યાં રાહુલે લોટરી નાખી અને હારી ગયો. ત્યાંથી બહાર નીકળતાં જ રાહુલે અચાનક તબિયત ખરાબ થવાની વાત કરી અને પડી ગયો. તેણે અને વિશાલે તરત જ બાઈક પર બેસાડીને રાહુલને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો. ત્યાં જેવી ડોક્ટરે તેના મૃત હોવાની વાત કરી તો બંને ડરીને ત્યાંથી ચાલ્યા હયા અને દુકાન પર પહોંચીને રાહુલની માતાને આ વાતની જાણકારી આપી.
 
રાહુલના પિતા ઓમપ્રકાશનું 2012માં મોત થઈ ગયું હતું. રાહુલ પરિવારનો એકમાત્ર દીકરો હતો. તેને એક બહેન છે, જે પરિણીત છે. રાહુલ કપડાંના શૉરૂમ પર નોકરી કરીને પોતાનો અને માતાનો ખર્ચો ઉઠાવતો હતો. હવે રાહુલના મોત પછી તેની વૃદ્ધ માતા સુદેશ રાની ઘરમાં એકલી રહી ગઈ છે. 29 જુલાઈના રોજ રાહુલનો બર્થડે હતો. તે દિવસે તે ઘણીવાર સુધી માતા સાથે જૂના દિવસોની વાતો કરતો હતો. તેણે કહ્યું- હવે નશો છોડીને મહેનતથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. ટુંક સમયમાં ખૂબ મહેનત કરીને તે જૂના દિવસો પાછ લઈ આવશે.દોસ્તોની સાથે ફિલ્મ જોવાની વાત કહીને ઘરેથી નીકળેલા યુવકનું નશાના ઓવરડોઝથી મોત થઈ ગયું. મૃતકના બે દોસ્તો તેને સિવિલ હોસ્પિટલની ઇમરજન્સીમાં છોડીને જતા રહ્યા, જ્યાં સ્ટાફને તેના ખિસ્સામાંથી સિરિંજ મળી આવી. સિવિલ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને લાવારિસ માનીને યુવકની લાશને મોર્ચરીમાં મોકલી દીધી. બપોર પછી મરનારની ઓળખ ન્યુ ચંદરનગરમાં રહેતા રાહુલ કુમાર તરીકે થઈ. માતા સુદેશ રાનીએ સિવિલ હોસ્પિટલ આવીને તેની ઓળખ કરી. ઉલ્લેખનીય છે કે, થોડાંક વર્ષો પહેલા સુધી રાહુલનો પરિવાર ઘણા પૈસાદાર પરિવારોમાં ગણવામાં આવતો હતો. પરિવારનો એકમાત્ર દીકરો હોવાને કારણે રાહુલ ખોટા મિત્રોની સોબતમાં આવી ગયો. પિતાના મોત પછી રાહુલ બહુ વધારે નશો કરવા લાગ્યો. તેના કારણે તેમની કોઠી, કાર અને તમામ સંપત્તિ વેચાઈ ગઈ. તેની પત્નીએ પણ તેની પાસેથી છૂટાછેડા લઈ લીધા અને દીકરાને સાથે લઈ ગઈ.
 
માતાએ જણાવ્યું કે રાહુલ કપડાંના શૉરૂમમાં નોકરી કરતો હતો. તે ઘણા સમયથી નશો કરવાની આદત ધરાવતો હતો, પરંતુ લગભગ એક વર્ષથી તેણે નશો લેવાનું ઘણું ઓછું કરી દીધું હતું. ગુરૂવારે સવારે રાહુલે કામમાં રજા રાખી હતી. સવારે લગભગ સવા દસ વાગે તેણે તેની માતા પાસેથી 100 રૂપિયા લીધા અને દોસ્તો સાથે ફિલ્મ જોવાની વાત કરીને ઘરેથી નીકળી ગયો. બપોરે તેના દોસ્તે ફોન કરીને કહ્યું કે રાહુલની તબિયત ખરાબ થઈ ગઈ છે, તેને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો છે. તે હોસ્પિટલ પહોંચી ત્યાં સુધીમાં રાહુલનું મોત થઈ ચૂક્યું હતું.
 
રાહુલની સાથે કામ કરતા દોસ્ત રમણે જણાવ્યું કે ગુરૂવારે સવારે રાહુલે તેને ફોન કરીને કહ્યું- આજે રજા રાખી લે. ફિલ્મ જોવા જવું છે. ત્યારબાદ ચંદીગઢ રોડ પર આવેલી ટ્યૂબવેલ પર નહાવા જઇશું. રાહુલના આવ્યા પછી તે બંને બાઇક પર પોતાના દોસ્ત વિશાલ પાસે ગયા. ત્યાં રાહુલે લોટરી નાખી અને હારી ગયો. ત્યાંથી બહાર નીકળતાં જ રાહુલે અચાનક તબિયત ખરાબ થવાની વાત કરી અને પડી ગયો. તેણે અને વિશાલે તરત જ બાઈક પર બેસાડીને રાહુલને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો. ત્યાં જેવી ડોક્ટરે તેના મૃત હોવાની વાત કરી તો બંને ડરીને ત્યાંથી ચાલ્યા હયા અને દુકાન પર પહોંચીને રાહુલની માતાને આ વાતની જાણકારી આપી.
 
રાહુલના પિતા ઓમપ્રકાશનું 2012માં મોત થઈ ગયું હતું. રાહુલ પરિવારનો એકમાત્ર દીકરો હતો. તેને એક બહેન છે, જે પરિણીત છે. રાહુલ કપડાંના શૉરૂમ પર નોકરી કરીને પોતાનો અને માતાનો ખર્ચો ઉઠાવતો હતો. હવે રાહુલના મોત પછી તેની વૃદ્ધ માતા સુદેશ રાની ઘરમાં એકલી રહી ગઈ છે. 29 જુલાઈના રોજ રાહુલનો બર્થડે હતો. તે દિવસે તે ઘણીવાર સુધી માતા સાથે જૂના દિવસોની વાતો કરતો હતો. તેણે કહ્યું- હવે નશો છોડીને મહેનતથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. ટુંક સમયમાં ખૂબ મહેનત કરીને તે જૂના દિવસો પાછ લઈ આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.