સ્પોર્ટસ્‌ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા હિંમતનગર ખાતે રાજ્ય કક્ષાનો ત્રિદિવસીય બેટરી ટેસ્ટ યોજાયો

 
 
 
 
 
                                      મહેસાણા,ગાંધીનગર,બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,અમદાવાદ,અને પાટણ ,એમ સાત જિલ્લા નો બેટરી ટેસ્ટ સ્ટેટ લેવલ નો યોજાયો હતો ૨૯ તારીખે પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજે ૩૧ તારીખના રોજ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત સ્પોટ્‌ર્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ ડીડી કાપડિયા કાર્યપાલક શ્રી એમડી શાહ  નાયબ કાર્યપાલક આર. બી.પટેલ ડી એલ એસ એસ ના ડાયરેક્ટર  એહમદ શેખ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
 પૂર્ણાહુતિ કાર્યક્રમમાં આવેલ અતિથિ વિશેષ હાજરી આપી બાળકો અને સ્પોર્ટ ઓથોરીટી ના સ્ટાફ વિવિધ જિલ્લાઓમાંથી આવેલ વિવિધ રમતના ડી એલ એસ એસના કોચ અને કિડ્રર સ્પોટ્‌ર્સના કોચડો અમિતભાઈ ઉપાધ્યાય શૈલેષભાઈ લીંબાણી ફૂટબોલ એકેડમીના સિનિયર કોચ તરૂણ કુમાર રોય ભાટીમી અરુણાબેન રામેશ્વર  કુમાર ભાવનાબેન પ્રમોદભાઇ ડામોર જીગર ભાઈ દેસાઈ સોમ્યાબેન બબલુભાઈ વિશેષમાં આ સ્ટેડિયમમાં સ્ટાફ કોમ્પ્યુટર ઓપરેટર જીગ્નેશભાઈ વિજયભાઈ  ગ્રાઉન્ડ મેન ભાવિનભાઈ ધનજીભાઈ ખરાડી દિનેશભાઈ પંડ્‌યા કિશોરભાઈ વાઘેલા રાજેશભાઈ ગામેતી દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી.સિક્યુરીટી સ્ટાફ દ્વારા  ગ્રાઉન્ડની વ્યવસ્થા અને સુરક્ષા  સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી હતી તેમજ આદર્શ પ્રાથમિક શાળ ભોલેશ્વરના પ્રિન્સિપલ કમલેશભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાબર સ્ટેડિયમના સિનિયર કોચ ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું પછાત વિસ્તારોમાંથી આવેલા બાળકો પાસે પુરા કપડાનો અભાવ હોવાથી  બાળકો માટે સ્પોટ્‌ર્સ ના કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો સાથે આવેલ વાલીઓને તથા શિક્ષકો તેમજ સ્પોટ્‌ર્સ સ્ટાફ માટે ત્રણ દિવસ માટે સરસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ડામોર દ્વારા સતત કાર્યક્રમ દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું ૩૧ તારીખના રોજ સાંજે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.   
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.