દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં ફાયરિંગ બાદ વકીલોએ પોલીસની જીપ્સીમાં આગ લગાવી, 10 પોલીસ જવાન ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીની તીસહજારી કોર્ટમાં પાર્કિંગ વિવાદ મુદ્દે શનિવારે વકીલો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. બંને પક્ષ હિંસા પર ઉતરી આવતા પોલીસના વાહન સહિત 18 વાહનોમાં તોડફોડ અને આગચંપી કરાઈ હતી.
આ ધમાલમાં 10 પોલીસ અને 4 વકીલ ઘાયલ થયા હતા. વકીલોએ પોલીસ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આક્ષેપ પણ કર્યો છે. એક વકીલને ગોળી વાગી હોવાનો દાવો કરાયો છે. જો કે પોલીસે ગોળીબારના આક્ષેપોને નકારી કાઢ્યા છે. આ ઘટનાના વિરોધમાં વકીલોએ સોમવારે દિલ્હીની તમામ અદાલતમાં હડતાળનું એલાન આપ્યું છે. અથડામણ દરમિયાન પોલીસના એક વાહનને ફૂકી દેવાયું હતું. 8 મોટર સાઈકલ પણ બાળી નંખાઈ હતી.
દરમિયાનમાં આ વિવાદ મુદ્દે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન. પટેલે 7 સિનિયર જજ સાથે મોડી સાંજે મિટીંગ કરી હતી. આ મિટીંગ 5 કલાક સુધી ચાલી હતી. તેમાં દિલ્હીના ડીસીપી અને દિલ્હીના ચીફ સેક્રેટરી પણ હાજર રહ્યાં હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.