12મા ધોરણમાં ભણતા આ ગુજરાતી યુવાને સૌરઉર્જાથી ચાલતું બાઈક બનાવ્યું, રૂ.8 માં 150 કિ.મી. ચાલે છે

આજે ભડકે બળતા પેટ્રોલ-ડિઝલના ભાવથી સૌ કોઇ ચિંતિત છે ત્યારે બોરસદ તાલુકાના વાલવોડ ગામના એક કિશોરે રુ. 8ના મામુલી ખર્ચે 150 કી.મી. દોડી શકે તેવું ઇલેક્ટ્રીક અને સૌર ઉર્જા સંચાલિત બાઇકનું સંશોધન કર્યુ છે. બોરસદ તાલુકાના વાલવોડ ગામના મધ્યમ પરિવાર માં જન્મેલા અને 12 સાયન્સમાં અભ્યાસ કરતા ઋષિલ પટેલને નાનપણથી જ અવનવા સંશોધનોમાં ખૂબ રુચિ હતી. પિતાના જૂના પડી રહેલા બાઇક પર પેટ્રોલના વિકલ્પ માટે સંશોધન કર્યુ.
 
બાઇકનું એન્જીન ઉતારી અને તેમાં બજારમાંથી એક મોટર લાવી તેમાં થોડા ફેરફાર કરી બજારમાંથી હાઈસ્પીડ મોટર ખરીદી તેને ડાઈનેમા સાથે જોડી સાથે સાથે બાઈક માં સોલાર પેનલ પણ લગાવી. આ કામગીરી દરમિયાન તેને આંગળીમાં ફ્રેક્ચર થયું હોવા છતાં તેણે સંશોધન ચાલુ રાખ્યું અને 1 મહિનાની જહેમત બાદ તેને સફળતા મળી. કિશોરની આ સફળતાથી તેના પિતાને ગર્વ અનુભવી રહ્યા છે. તેઓ કહે છે કે, સરકાર સાથ આપે તો વધતા ભાવ સામે સારું રહે.
 
એક અંદાજ પ્રમાણે આ બાઈક માત્ર 8 રૂપિયામાં જ 150 કિલોમીટર સુધી ફરી શકે છે. તેની બનાવટ પાછળ અંદાજિત 15 હજાર જેટલો ખર્ચ લાગ્યો છે પરંતુ આટલો ખર્ચ કર્યા પછી તેને જે પરિણામ મળ્યું તેના થી તેને સંતોષ છે.તેની આ સિદ્ધિથી તેના માતાપિતા સહીત શાળા ના આચાર્ય અને અન્ય વિદ્યાર્થીઓ પણ આચાર્ય ચકિત થયા છે.
 
બજારમાં વેચાતા ઇ-બાઇકની સરખામણીમાં તેની વિશેષતા એ છે કે તે માત્ર ચાર્જિંગ થીજ નહિ સોલાર અને ડાયનેમોથી પણ ચાલે છે. એન્જીનના સ્થાને મોટર ફીટ કરાઇ છે. રચના સામાન્ય બાઇક જેવી જ છે.
 
પેટ્રોલ ડીઝલ ના વધતા જતા ભાવ અને વધતા જતા પ્રદુષણ ને ધ્યાને રાખી આ બાઈકનું સંશોધન કર્યું છે તે સોલાર ,ચાર્જર અને ડાયનેમો થી ચાર્જ થઇ શકે છે 8 રૂપિયામાં 150 કિલોમીટર ફરી શકાય છે.
 
હાલમાં તેને આ બાઈક બનાવ્યું છે જે 8 રૂપિયામાં 150 કિલોમીટર ફરે છે મારે પેટ્રોલ ના પૈસા સાથે મેન્ટેન્સ બચી રહ્યું છે તેની આ શોધમાં સરકાર મદદરૂપ થાય તો વધતા ભાવો માં સારું રહે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.