મોડાસાના જાણીતા શોપિંગ સેન્ટર અસામાજિક તત્વોનો અડ્ડો ઃ રાત્રે દારૂની મહેફિલ..?

અરવલ્લી :  અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂ અને આલ્કોહોલિક બિયરની માંગો તે બ્રાન્ડની હોમડિલિવરી અપાતા બુટલેગરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે જીલ્લા પોલીસવડા મયુર પાટીલ અને જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ થતી હોવાની વાત ભલે સ્વીકારી ના રહ્યા હોય પરંતુ જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આવેલા ખુબજ જાણીતા અને મુખ્યત્વે યુવતીઓ અને મહિલાઓથી ધમધમતા શ્યામ સુંદર શોપિંગ સેન્ટરના શૌચાલયમાં વિદેશી દારૂની મહેફિલ જમાવી ખાલી બોટલો અને ખોખાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે શોપિંગ સેન્ટરમાં રાત્રે અસામાજિક તત્વો દારૂની મહેફિલ જમાવતા હોવાનું દુકાનદારોનું માનવું છે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ ઠેર ઠેર દારૂ મળતો હોવાના પુરાવાઓ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યા છે. મોડાસાના શ્યામ સુંદર કોમ્પ્લેક્ષના ભોયતળિયામાં આવેલા શૌચાલય નજીક દારૂની કેટલીય બોટલોના ઢગલા જોવા મળી રહ્યા છે. બસ સ્ટેશન રોડ પર આવેલા ખ્યાતનામ કોમ્પ્લેક્ષ શ્યામ સુંદરના ભોંયતળિયું અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે, અહીં જાણે દારૂની જ મહેફિલ માણવામાં આવતી હોય તેવું આ દારૂની ખાલી બોટલો પરથી અંદાજ લગાવી શકાય છે. કારણ કે, અહીં એક કે બે બોટલ નહીં પણ બોટલોનો આખો ખજાનો જ જોવા મળી રહ્યો છે. આ દારૂની બોટલો કોણ નાખી જાય છે અને કોણ આવે છે, તે સ્થાનિક દુકાનદારોને ખબર ન હોવાનું જાણવા મળ્યું છે, જો કે સવાલ એ નથી કે, દારૂની બોટલો અહીં પડી છે, પણ સવાલ એ છે કે,
 જો દારૂ બંધી છે, તો અહીં આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવતો હશે અને કોણ લાવતું હશે, તે એક મોટો સવાલ પેદા થયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.