સૈનિકના અવસાનના 64 વર્ષ પછી ઘરની સફાઇમાં મળ્યું સેનાનું લંચબોક્સ, તેના પર લખેલા નંબરોના આધારે મળ્યા રેકોર્ડ અને સ્વીકૃત થયું રૂ.4000નું પેન્શન

આપણા સૈનિકો વિશે કહેવામાં આવે છે- Once A Soldier, Always A Soldier (એક સૈનિક હંમેશાં સૈનિક જ રહે છે.) આવા જ એક સૈનિકની આ વાત જરૂર વાંચવી જોઇએ, જેમના મોત પછી પણ તેમની સાથે જોડાયેલી ચીજોએ પરિવાર માટે પેન્શનની લડાઇ લડવામાં મહત્વની ભૂમિકા ભજવી. વાત એક સૈનિકના લંચબોક્સની છે. આ જ લંચબોક્સે 64 વર્ષ પછી સૈનિક પરિવારને પેન્શન અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ કહાણી છે શ્રીમાધોપુરની કોટડીમાં રહેતા ચુન્નીલાલના પત્ની રાજકંવરની. ચુન્નીલાલ 20 નવેમ્બર, 1942ના રોજ સેનાની આર્મ્ડ ફોર્સમાં ભરતી થયા હતા. બીજા વિશ્વયુદ્ધની લડાઇ પણ લડી હતી. તેઓ 1950માં સર્વિસ પૂરી કરીને પાછા આવી ગયા. 20 માર્ચ, 1952માં તેમનું અવસાન થઇ ગયું.
 
 કેટલાક દિવસો પછી જ્યારે પેન્શન માટે રાજકંવર સૈનિક કલ્યાણ બોર્ડ પહોંચી તો તેમણે દસ્તાવેજ લાવવા માટે કહેવામાં આવ્યું. રાજકંવર જણાવે છે કે પતિના સેનામાં હોવાના કોઇ દસ્તાવેજ તેમની પાસે ન હતા.
બોર્ડે તેમને ચુન્નીલાલની કોઇને કોઇ નિશાની લઇને આવવા માટે કહ્યું. 2016માં ઘરની સફાઇ દરમિયાન રાજકંવરને પતિને સેના તરફથી આપવામાં આવેલું લંચબોક્સ મળ્યું. તેને લઇને તે બોર્ડની ઓફિસ પહોંચી.
લંચબોક્સ પર આર્મી નંબર હતા. તેના આધારે ચુન્નીલાલનો રેકોર્ડ કઢાવવામાં આવ્યો. જેના આધારે ડિસેમ્બર 2017થી દર મહિને રાજકંવરને ચાર હજાર રૂપિયા પેન્શન મળવા લાગ્યું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.