લેડી ટીચરે BEની વિદ્યાર્થિનીને કહ્યું- અમે પૂર્વજન્મમાં પતિ-પત્ની હતા, ચાલ મારી જોડે, આપણે બંને સાથે રહીશું

એક ઘણાં જ વિચિત્ર મામલામાં મુંબઈની એક લેડી ટીચર ઈન્દોરમાં રહેતી BEની વિદ્યાર્થિનીને ચાર મહિનાથી પોતાની સાથે રાખવા માટે દબાણ કરી રહી હતી. ટીચરનું કહેવું છે કે તે અને આ વિદ્યાર્થિની પૂર્વ જન્મમાં પતિ-પત્ની હતા. તેમનું એક માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું હતું. તેથી આ જન્મમાં સાથે રહેવા માટે મારી સાથે મુંબઈ આવે. વિદ્યાર્થિનીને સાથે લઈ જવાની જીદ પર અડગ ટીચર વિરૂદ્ધ પરિવારના લોકોએ પોલીસ ફરિયાદ કરી હતી. ટીચરની ધરપકડ કરવામાં આવી હતી.
 
આ મામલો રવિવારનો છે. વિદ્યાર્થિનીના પરિવારની ફરિયાદ પર ડાયલ 100ની ટીમે ચૌહાણ નગરમાં 35 વર્ષની વેરોનિકા અને એક સિપાહીની ધરપકડ કરી છે. સિપાહી વેરોનિકાનો પરિચિત હોવાનું જણાવાયું છે.
 
પરિવારના આરોપ મુજબ વેરોનિકા ઘરમાં ઘૂસીને પરાણે પુત્રી (BEની વિદ્યાર્થિની)ને મળવાની જીદ પર આવી હતી. વેરોનિકા વિદ્યાર્થિનીને પોતાની સાથે મુંબઈ લઈ જવા માંગતી હતી. 
ટીચરે પરિવારને વિદ્યાર્થિની અને પોતાના પૂર્વ જન્મમાં તેઓ પતિ-પત્ની હોવાનો દાવો કર્યો છે. સાથે જ કહ્યું કે બંનેનું મોત માર્ગ અકસ્માતમાં થયું હતું. હવે તે તેની સાથે રહેવા ઈચ્છે છે. 
આ અજીબોગરીબ ઘટનાથી વિદ્યાર્થિની ઘણીજ ગભરાઈ ગઈ છે. આ વચ્ચે વેરોનિકાએ વિદ્યાર્થિની માતાના પગ પણ પકડી લીધા હતા. ત્યારે અવાજ સાંભળીને પાડોશીઓ પણ આવી ગયા હતા. જે બાદ પાડોશમાં રહેતી મહિલાએ પોલીસને ફોન કરી બોલાવ્યાં હતા.
 
રિપોર્ટ મુજબ વેરોનિકા છેલ્લાં ચાર મહિનાથી વિદ્યાર્થિનીને પોતાની સાથે મુંબઈ લઈ જવા માટે દબાણ કરતી હતી.
વિદ્યાર્થિનીના મામાએ જણાવ્યું કે, "ચાર મહિના પહેલાં ભાણેજ કેન્સર પીડિત બહેનને મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલ લઈ ગઈ હતી. ત્યારે વેરોનિકાની ભાણેજ સાથે મુલાકાત થઈ હતી."
તે સમયે વેરોનિકાએ ભાણેજનો નંબર લઈ લીધો હતો. જે બાદથી તેને ક્યારે પૂર્વ જન્મનો સંબંધ બતાવીને તો ક્યારેક ભાઈ બહેન કહિને પરેશાન કરવા લાગી. આ દરમિયાન વેરોનિકાએ ભાણેજને હજારો મેસેજ કર્યાં. 
પરિવારનો આરોપ છે કે બે મહિના પહેલાં પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ પણ કરી હતી, પરંતુ પોલીસે કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.