ધાનેરા તાલુકા પંચાયતની સાધારણ સભા અને કારોબારી સભામાં ખર્ચને લઇ ઉગ્ર રજુઆત

ધાનેરા : ધાનેરા તાલુકા પંચાયતની મળેલી સાધારણ સભા તેમજ કારોબારી સભામાં ખર્ચ અને તલાટી મહાશયોની મનમાની સામે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઉગ્ર રજુઆત થઈ હતી.ધાનેરા તાલુકા પંચાયત કચેરી ખાતે આજે એકજ દિવસે તાલુકા પંચાયતની સાધારણ સભા તેમજ કારોબારી બેઠક યોજાઈ હતી. ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી સાધારણ સભામાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યોએ ઉપસ્થિત રહી  તાલુકાના અગત્યના પ્રશ્નો તેમજ સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી.ખાસ કરીને ટકાવારીના ધોરણે ગ્રામ પંચાયતોને અપાતી ગ્રાન્ટ મામલે આ બેઠકમાં ઉગ્ર રજુઆત થઈ હતી. અગાઉ ૪૪ લાખ જેટલી રકમ ગ્રાન્ટ રૂપે ૧૦ પંચાયતોને આપવા મામલે  હોબાળો આ ગ્રાન્ટ સરકારને પરત કરાઈ હતી. એજ રીતે અગાઉ કેટલીક ગ્રામ પંચાયતોને અપાયેલ ૭૫ લાખ ની ગ્રાન્ટ બાબતે પણ આજે ઉગ્ર રજુઆત થઈ હતી. ગામડાઓમાં જરૂરી સમસ્યાઓને નેવે મૂકી વહેવારના જોરે કેટલાક તલાટી સરપંચોને સાથે રાખી ગ્રાન્ટ મેળવતા હોઇ આ બાબતે જિલ્લા પંચાયત સદસ્યએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન પટેલ, ઉપ પ્રમુખ હોથીભાઈ રબારી અને તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર  સહિત તાલુકા પંચાયતના તમામ સદસ્યોની હાજરીમાં મળેલી આ સભામાં હાલ બાળકોને શાળા પ્રવેશ માટે તલાટીના દાખલાની જરૂર પડતી હોવા છતાં ધાનેરા તાલુકાના તલાટીઓ તાલુકા મથકે એરકન્ડિશન ઓફિસમાં બેઠા પંચાયતનો વહીવટ ચલાવતા હોઈ ખેડૂતો તેમજ બાળકોના વાલીઓને વેઠવી પડતી મુશ્કેલી સંદર્ભે સદસ્યો દવારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આકરી રજુઆત કરાઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.