ડરામણા દેખાવાનો ચઢ્યો શોખ તો આ વ્યક્તિએ કપાવ્યું પોતાનું નાક, કાન અને જીભ

જીવતા હાડપિંજર જેવું દેખાવાની ઈચ્છામાં અહીંયા રહેતા એક વ્યક્તિએ તેના ચહેરા સાથે ઘણા એક્સપેરિમેન્ટ કરી નાખ્યા. આ વ્યક્તિએ પોતાનું નાક, કાન, જીભ અને આઈબ્રો કપાવી નાખી. આ સાથે જ આખી બોડી પર ટેટૂ પણ બનાવી લીધા. ત્યારબાદ હવે તે ઘણો કદરૂપો દેખાવા લાગ્યો છે. તેને જોઈને લોકો પોતાનો રસ્તો જ બદલી નાખે છે. જોકે, ઘણા લોકો તેને સ્ટાર સમજીને તેની સાથે સેલ્ફી પણ લે છે.

 

- આ સ્ટોરી કોલંબિયામાં રહેતા 22 વર્ષના એરિક યેનર રમિરેજની છે. જે વ્યવસાયે એક ટેટૂ આર્ટિસ્ટ છે. બે વર્ષ દરમિયાન ઘણી સર્જરી કરાવ્યા બાદ એરિકને આ નવો ખતરનાક લુક મળ્યો. ત્યારબાદ તેણે પોતાનું નામ પણ બદલીને કાલાકા સ્કલ(ખોપડી) રાખી દીધું.
- પોતાના આ ભયંકર એક્સપેરિમેન્ટ દરમિયાન તેણે પોતાના નાકનો અડધો ભાગ કપાવી નાખ્યો, સાથે જ કાનના બન્ને બહારના ભાગ પણ કઢાવી નાખ્યા.
- આઈબ્રોને સંપૂર્ણ રીતે સાફ કરાવીને આંખની આસપાસના ભાગને કાળા રંગથી રંગી દીધા. જીને પણ વચ્ચેથી કાપતા તેના પર વાદળી કલર કરી દીધો.
- કાલકાએ તેના દાંતને પણ ના છોડ્યા અને તેને પણ બહુ ગંદો શેપ આપતા હાડપિંજર જેવું કરી દીધું. તેનું કહેવું છે કે મને જોઈ ઘણા લોકો પોતાનો રસ્તો પણ બદલી નાખે છે.
- કાલકા પ્રમાણે, તેને આ લુક બાળપણથી પસંગ હતું અને તે ત્યારથી જ આ કામને કરવા માંગતો હતો, પરંતુ માના ડરથી ના કર્યું. થોડા વર્ષ પહેલા માના મોત બાદ હવે જઈને તેને પોતાના આ સપનાને પૂરું કર્યું છે.

 

- બીભત્સ અને ડરામણા લુકને લઈને કોલમ્બિયામાં કાલકાની ઘણી ટીકા થઈ રહી છે. સાથે જ લોકો હજુ પણ તેની મજાક ઉડાવે છે. જોકે, ઘણા લોકોને તેનો આ લુક પસંદ પણ આવ્યો છે. તે તેને શુભેચ્છા આપતા તેની સાથે સેલ્ફી પણ લે છે.
- પોતાના આ સૌથી અલગ અને ડરામણા લુકને લઈને કાલકા કહે છે કે, 'શારીરિક પરિવર્તન કોઈ પણ વ્યક્તિનો વ્યક્તિગત મામલો છે અને તેને લઈને કોઈએ જજ ન કરવું જોઈએ. આ એકદમ એવું થે, જાણે કોઈ મહિલા પોતાની બ્રેસ્ટ કે બટક સર્જરી કરાવે.'
- વધુમાં તેણે જણાવ્યું કે, 'હું એકદમ સામાન્ય વ્યક્તિ છું, જે અન્ય ઘણા લોકો કરતા અલગ દેખાવ છું. આ અલગ વિચારવા, કપડા પહેરવા અને અલગ સંગીત સાંભળવા જેવું છે. હું જેવો છે પોતાને બહુ પસંદ કરું છું.'

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.