સાબરકાંઠા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ ચેસ ટુર્નામેન્ટ યોજાઇ

ઇડર તાજેતરમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડર ખાતે ઓલ ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ અમદાવાદના તથા સંસ્થાના સયુંકત ઉપક્રમે ગત વર્ષે પાલનપુર, બનાસકાંઠા બાદ સાબરકાંઠામાં બીજી અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. કુલમળી ૩૫ પ્રજ્ઞાચક્ષુ પ્રતિનિધીએ આ ટુર્નામેન્ટમાં દિવસભર ભાગ લીધો.
ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય  દ્વારા મમતા મંદિર સંકુલ પાલનપુરના આચાર્ય યતિનભાઈ જોષીના વરદ હસ્તે થયું. સ્પર્ધામાં કુલ પાંચ રાઉન્ડ ખેલાડીઓએ રમવાના હતા. સ્પર્ધાના આરબીટરો તરીકે પ્રજ્ઞાચક્ષુ દર્શન પંડ્‌યા તથા પ્રજ્ઞાચક્ષુ લવ પટેલે સેવાઓ આપી.સમૂહ પ્રાર્થના  દ્વારા ઉદઘાટન તથા ઇનામ-વિતરણ કાર્યક્રમનો પ્રારંભ થયો. વિરલભાઈ ત્રિવેદી અને  દિનેશભાઈ રાજપુરોહિતે સ્વાગત વ્યાખ્યાન આપ્યું. 
આ પ્રસંગે લલીતભાઈ રામી, ગીરીશભાઈ શાહ, પરેશભાઈ પટેલ, પંકજભાઈ શાહ, લાયન રાજુભાઈ અને મુકેશભાઈ પરમાર મુંબઈએ સ્પર્ધાને આર્થિક સહયોગ કર્યો. પ્રો. જ્યોતીન્દ્ર બી. દવે તથા શ્રી નિકેશ સંખેસરાજીએ સ્પર્ધાના આયોજનમાં પરિશ્રમ રેડયો. સમગ્ર સ્પર્ધાની કન્વીનર શીપ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક જે.એચ. પટેલ પાસે રહી.સંસ્થાના માનદ સામાન્ય મંત્રી પ્રા. ભાસ્કર મહેતાએ સમગ્ર ટુર્નામેન્ટના આયોજનમાં સૌ હોદેદારો સાથે રહી, કર્મચારીઓને વિશ્વાસમાં લઈ ચાવીરૂપ ભૂમિકા અદા કરી. સ્પર્ધાના વિજેતાઓ નીચે મુજબ રહ્યા.
૧) પ્રજ્ઞેશ સોલંકી વડાલી  પ્રથમ નંબર -૧૧૦૦રુ૨)આકેડીવાલા  પાલનપુર બીજો નંબર-૭૫૦રુ ૩)મેહુલ ઠક્કર  પાટણ   તૃતીય નંબર-૫૦૦રુ. ૪) મિલીન ઠક્કર પાટણ ચતુર્થ નંબર-૩૫૦રુ.૫)જગદીશ સોલંકી ખેડ્‌બ્રમમાં પાંચમાં નંબરે- ૨૦૦રુ. બાકીના તમામ ભાગ લેતા સ્પર્ધકોને સંસ્થાએ પ્રોત્સાહન પુરસ્કાર પુરા પાડયા. બંને સમારંભનું માસ્ટર ઓફ સેરેમની સંસ્થાના માનદ સામાન્ય મંત્રીભાસ્કર મહેતાએ કર્યું. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.