ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત નફરત છોડો ગાંધી સંદેશ યાત્રાનું હિંમતનગરમાં સ્વાગત

  ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત નફરત છોડો ગાંધી સંદેશ યાત્રાનું હિંમતનગરમાં  સ્વાગત
 
 
 હિંમતનગર
 ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત નફરત છોડો ગાંધી સંદેશ યાત્રાનું  સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આગમન થયું હતું.સાબરકાંઠા યુવક કોંગ્રેસ દ્વારા સ્વાગત શહેરના મોતીપુરા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત,ગુજરાત કોંગ્રેસના પ્રભાવી સીતારામ લાંભાજી, ગુજરેબસિંહ ડીપી,મનિષા પારેખ,દેવસી શાહ તેમજ પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મણીભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ રતનબેન સુતરીયાં, કમલેશભાઈ પટેલ વિપુલભાઈ પટેલ,રામભાઈ સોલંકી, બળવંતસિંહ દેવડા, પ્રાંતિજ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા,જીલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ પ્રિયવદન પટેલ મૌલેશભાઈ સોની,લાલસિંહ પરમાર  હિંમતનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ પટેલ શહેર કોંગ્રેસના પ્રમુખ સતિષભાઈ, હરેશભાઈ પ્રજાપતિ, ચંદ્રસિંહઝાલા, નંદુભાઈ પટેલ, વિનુભાઈપટેલ, ઇમરાન દાવડા, યુસુફભાઈ બચ્ચા,મુદ્દસર વીજપુરા, કિરીટસિંહ રમલાવત, ધર્મરાજસિંહ દેવડા, ટીવી પટેલ, રીયાઝ સાબુગર, કાદિરડોઇ ,કુમારભાટ, બેચરસિંહ, કોર્પોરેટર ઇશાકભાઇ શેખ, ઇમરાન બાદશાહ, નિર્મળાબેનપંચાલ, જુબેદાબેન પઠાણ, રહીશાબેન પઠાણ, કમળાબેન પરમાર, સોનલબેન પંડ્‌યા  તેમજ યુવક કોંગ્રેસના અસંખ્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ રેલી મોતીપુરાથી હિંમતનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ટાવર ચોક પહોંચી હતી જ્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાબરકાંઠાના પ્રમુખ પ્રિયવદન પટેલે  મહેમાનોને આવકારતા સ્વાગત પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે સભાને સંબોધતા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબ સિંહ રાજપૂતે નફરત છોડો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમજાવ્યો હતો તેમણે રાષ્ટ્રમાં કોમી એકતા જળવાય અને લોકો કોમી એખલાસ સાથે જીવે તે માટે નફરત છોડવા હાકલ કરી હતી આ કાર્યક્રમમાં પ્રસંગે કોંગ્રેસના ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ રેલીને સફળ બનાવવા યુથ કોંગ્રેસના કાર્યકરો ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ રેલી ટાવરચોકથી સહકારી જીન થઇ શામળાજી જવા રવાના થઇ હતી.૧૩.મી ઓગસ્ટ ના રોજ નવી દિલ્હી રાજઘાટ પર પહોંચશે.                                                              
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.