ડ્યૂટી પર આવેલો સ્પેશિયલ પોલીસ ઓફિસર રસ્તા વચ્ચે જ લથડીયાં કાવાં લાગ્યો હતો. SPO વિરેન્દ્રને દારૂ પીધેલી હાલતમાં જોઈ ટ્રાફિક પોલીસકર્મીઓએ તેને ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો, છતાં SPO બુલેટ પરથી વારંવાર પડી જતો હતો. લોકોએ તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.વીડિયો વાઈરલ થતાં SPએ SPOને સસ્પેન્ડ કર્યો હતો. ઉલ્લેખનિય છે કેસ વીરેન્દ્રને એક વર્ષના કરાર પર પોલીસમાં ભરતી કરાયો હતો. જ્યાં તે મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.
જાનાં રક્ષકની જ જ્યાં પ્રજાએ સંભાળ લેવી પડતી હોય તે દ્રશ્ય લોકોની સલામતી માટે ખતરારૂપ ગણી શકાય છે.માટે, વારંવાર જોવા મળતાં નશામાં ધૂત પોલીસકર્મીઓનાં આવા શરમજનક દ્રશ્યોથી હવે પોલીસખાતું કંઈ બોધપાઠ લે તો સારું.