પાલનપુર એરોમા સર્કલ પર ટેન્કરની અડફેટે 1 કિશોરનું મોત: 1ને ઇજા

પાલનપુર શહેરના એરોમા સર્કલ પર રોડ ઓળંગવા જતા બે કિશોરને ટેન્કર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં એકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
 
પાલનપુર તાલુકાના ગઢ સ્થિત વિમળા બા શાળામાંથી ધોરણ-4માં અભ્યાસ કરતો 10 વર્ષીય કિશોર શિરાજુદીન મહમદ ઇસાક સિંધી ખેલ મહાકુંભ અંતર્ગત ગોધરા ખાતે રમવા ગયો હતો. જેઓ શિક્ષક તેમજ અન્ય સાથી મિત્રો સાથે શનિવારે પરત આવ્યા હતા. જ્યાં પાલનપુર ખાતે એરોમા સર્કલે ઉતરી ડીસા તરફના હાઇવે જવા માટે હાઇવે ક્રોસ કરી રહ્યા હતા.  દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે બે કિશોરોને અડફેટે લીધા હતા. 
 
જેમાં શિરાજુદીનને ગંભીર ઈજાઓ થતાં કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા છાત્રને ગંભીર ઈજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયુ હતું. જ્યાં દોડી આવેલા પશ્ચિમ પોલીસ મથકના સ્ટાફે કિશોરના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડયો હતો. જ્યાં તેના પરિવારજનો દોડી આવ્યા હતા. જેમના હૈયાફાટ રૂદનથી સિવિલ પરિસરમાં શોકની કાલિમા પ્રસરી ગઈ હતી. આ અંગે પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.