સાબરકાંઠાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો લાભ લેવા અપીલ

 
 
 
 
 
                    કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અને નાના અને સીમાંત ખેડૂતો પરીવારને આર્થિક સહાય મળી રહે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકી છે.
આ યોજના અંતર્ગત બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરીવારને પ્રતિ વર્ષ રૂ છ હજાર ત્રણ હપ્તામાં ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે ખેડૂત ખાતેદારને સીધા સહાયના નાંણા ચુકવાશે જેનો સમયગાળો ૧ ડિસેમ્બર ૨૦૧૮થી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીનો રહેશે. 
યોજનામાં પરીવારના પતિ, પત્ની અને સગીરવયના બાળકોના નામે સંયુક્ત રીતે બે હેકટર સુધી ખેડાણલાયક જમીન ધરાવતા હોય તેમને ૧ જાનયુઆરી ૨૦૧૯ની સ્થિતિએ ખેડૂત તરીકેની નોંધણી અવશ્ય થયેલી હોવી જોઇએ.    આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે તલાટી, ગ્રામસેવક અથવા વીસીઇનો સંપર્ક કરવાનોરહેશે. ઓનલાઇન અરજી માટે ખેડૂતોએ પોતાના જમીનનો ખાતા નંબર, આધારકાર્ડ, બેક પાસબુક અથવા કેન્સલ ચેક રજૂ કરવાનો રહેશે. જો પરીવારમાંથી કોઇ એક વ્યક્તિ કોઇ વૈધાનિક પદ કે વર્ગ-૪ સિવાયના  ખાનગી  સંસ્થા સિવાય તમામ કર્મચારી/વય નિવૃત અથવાપેન્શન ધારક કે જેઓની પ્રતિમાસ દશ હજારથી વધુ આવક મેળવતા હોય, છેલ્લા એક વર્ષ દરમિયાન આવકવેરો ભરેલો હોય, કે પરીવારમાંથી કોઇ ડાકટર, એન્જીનિયર, વકિલ, ચાર્ટડ એકાઉન્ટ ધરાવતા હોય તે આ યોજનાનો લાભ મેળવી શકશે નહિ. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તુરંત નજીકની ગ્રામ પંચાયતનો સંપર્ક સાધવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અનુરોધ કર્યો છે.   
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.