IPLમાં વિરાટ કોહલી આ ખેલાડીને ૨૮ કરોડ રૂપિયામાં ખરીદવા પણ તૈયાર હતો

ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી વર્ષે યોજાનાર ૧૩મી સિઝનની તૈયારીઓ થઈ ગઈ છે. ખેલાડીઓની હરાજી પણ પુરી થઈ ગઈ છે. આ વખતે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સે બાજી મારી છે. કમિન્સને કોકલાતા નાઈટ રાઈડર્સે ૧૫.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પરંતુ વિરાટ કોહલીની ટીમ આરસીબીને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કોચ માઇક હેસને આઈપીએલની હરાજીને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આઈપીએલ-૧૩ની હરાજીમાં આરસીબીની થિંક ટેન્કે ઇસુર ઉડાનાનેને ફક્ત ૫૦ લાખ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો છે. જોકે હવે ટીમના ડાયરેક્ટર માઇક હેસને સનસનીખેજ ખુલાસો કરતા વીડિયોમાં જણાવ્યું હતું કે, ઇસુર ઉડાના માટે ટીમની પાસે જેટલા પણ પૈસા હતા બધા દાવ ઉપર લગાવવા તૈયાર હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.