બાયડની વારેણા દૂધ મંડળીના ડખામાં જુથ અથડામણ ઃ તલવાર અને પથ્થરો ઝીંકાતા ૧ વ્યક્તિ ગંભીર

અરવલ્લી : વારેણા ગામમાં આંતરિક ડખાને લીધે બે જૂથ પડી ગયા છે જેમાં એક જૂથની મહિલાઓ દ્વારા સાબરડેરીમાં મહિલા દૂધ ઉત્પાદક મંડળી ની અલગ માંગ કરી  અરજણ શીતકેન્દ્ર આગળ ૮૦૦ લીટર દૂધ ઢોળી સાબરડેરીના નામે છાજીયા લઈ વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે ગત રાત્રીએ બે જૂથો સામસામે આવી જતા અને ખુલ્લી તલવારોના એકબીજા જૂથના ટોળા પર ઘા ઝીંકાતા અને લાકડીઓ અને પથ્થરો વડે હુમલો થતા સોપો પડી ગયો હતો ટોળામાં રહેલા એક વ્યક્તિના શરીરે ગંભીર ઈજાઓ થતા તાબડતોડ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો બંને જૂથના ૧૦ વધુ લોકો ઈજાગ્રસ્ત થતા વાત્રક હોસ્પિટલમાં ખસેડાયા હતા જૂથ અથડામણના પગલે બાયડ પોલીસ વારેણા ગામે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી બંને જૂથે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી  મંગળવારે રાત્રીએ વારેણા ગામમાં દૂધ મંડળીને લઈને જૂથ અથડામણ થઈ હતી જેમાં બંને પક્ષે ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો
 વારેણા ગામમાં ૧) નરેશ જગદીશ ભાઈ પરમાર, ૨)મહેશ મોહબતસિંહ પરમાર,૩) જાલમ મોહબતસિંહ પરમાર,૪) રાયસીંગ માધુભાઈ પરમાર ,૫)લાલસિંહ નાનસિંહ પરમાર, ૬) પ્રકાશ પ્રતાપસિંહ પરમાર, ૭) રાહુલ અરવિંદસિંહ પરમાર, ૮)ભરત શીવાભાઈ પરમાર,૯) નટુસિંહ માધુસિંહ પરમાર,૧૦) રમીલાબેન નટુસિંહ પરમાર સોમવારે રાત્રે નંદાબેન વીરાભાઇ પરમારને અરજણ શીતકેન્દ્ર બાયડમાં દૂધ કેમ ઢોળી હાય હાય બોલાવી હતી તેમ કહી ગેરકાયદેસર મંડળી રચી મારી નાખવા શરુ તલવાર, લાકડીઓ અને પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી ગડદાપાટુનો માર મારતા બાયડ પોલીસ સ્ટેશનમાં ભયજી શેતાનસિંહ પરમારે ફરિયાદ નોંધાવતા બાયડ પોલીસે ઉપરોક્ત ૧૦ શખ્શો સામે રાયોટીંગ સહિતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
   બીજીબાજુ જગદીશભાઈ સરદારભાઈ પરમારે ૧) ભયજી સેતાનસિંહ પરમાર, ૨) ભાથીભાઈ સેતાનસિંહ પરમાર, ૩) મગનભાઈ મોતીસિંહ પરમાર ૪)વનરાજસિંહ જુઝારસિંહ પરમાર, ૫) જીગરસિંહ ભૂપતસિંહ પરમાર, ૬)જાલમ કાનસિંહ પરમાર,૭) ભૂપતસિંહ મોતીસિંહ પરમાર, ૮) બુધાજી લાલજી પરમાર અને ટોળામાં રહેલા માણસોએ ગેરકાયદેસર મંડળી રચી તલવાર,લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરતા ૫ લોકોના શરીરે ઈજાઓ પહોંચી હોવાની સાથે સંજય બલવંતસિંહ પરમારના ગાળામાં પહેરેલા સોનાના દોરાની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ બાયડ પોલીસસ્ટેશનમાં નોંધાવતા બાયડ પોલીસે ૮ શખ્શો અને ટોળા સામે રાયોટીંગ સહીત અન્ય ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.