પરબતભાઈની રેકોર્ડ બ્રેક જીતઃ પરથીભાઈનો કારમો પરાજય

પાલનપુર : ૨૦૧૯ની લોકસભાની સામાન્ય ચૂંટણી માં દેશભરમાં મોદી સુનામી વચ્ચે ભાજપનો પ્રચંડ વિજય થતા કાંગ્રેસનો કરૂણ રકાસ થયો છે. ત્યારે દેશભરમાં મોદી મેજીક વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભાજપએ લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરી છે. ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલએ ૩,૬૫,૪૦૧ થી પણ વધુ વોટ મેળવી કાંગ્રેસને કરારી હાર આપી છે.
૨-બનાસકાંઠા લોકસભા ચૂંટણીની મતગણતરી આજે જગાણા એન્જિનિયરીંગ કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ પ્રથમ રાઉન્ડથી જ પોતાના પ્રતિસ્પર્ધી કાંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળ થી આગળ રહ્યા હતા. દોઢ લાખ જેટલી લીડ મળતા તેઓ અંબાજી ખાતે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચી ગયા હતા. જોકે, મતગણતરી અડધા તબક્કામાં જ વિજય નિશ્ચિત બનતા તેઓ મતગણતરી સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પોતાની જીત વિકાસપુરુષ નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદ અને લાખો કાર્યકરોની મહેનતને આભારી ગણાવી હતી.
રાજ્ય મંત્રી પરબત પટેલએ કાંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળને કારમો પરાજય આપતા ભાજપ છાવણીમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો. જોકે, બનાસકાંઠાના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપના ઉમેદવાર પરબત પટેલે રેકોર્ડબ્રેક લીડ મેળવતા રાજકીય વિશ્લેષકો પણ ગોથું ખાઈ ગયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.