ઉત્તર ગુજરાતમાં ૧૦ ઈંચથી પણ ઓછો વરસાદઃ ર૩ તાલુકામાં અર્ધ દુષ્કાળના ડાકલા

 
 
મહેસાણા 
ઉત્તર ગુજરાતનો ૭૦ ટકા વિસ્તાર અપુરતા વરસાદનો સામનો કરી  રહેલ છે. ચોમાસુ સિઝનના ત્રણ માસમાં છૂટા છવાયા ઝાપટાથી ર૩ તાલુકામાં ૧૦ ઈંચ વરસાદ પણ પડ્યો નથી. આ  પૈકી પાંચ તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ રહ્યો છે, ઉત્તર ગુજરાતના પાટણ, મહેસણા અને બનાસકાંઠા જિલ્લામાં અર્ધ દુષ્કાળના ડાકલાં વાગી રહ્યા છે. 
મહેસાણા જિલ્લાના ૧૦ પૈકી ૬, પાટણ જિલ્લાના  ૯ પૈકી ૮ જ્યારે બનાસકાંઠા જિલ્લાના  ૧૪ પૈકી  ૯ તાલુકામાં ચોમાસુ  સિઝનનો કુલ વરસાદ ગણીને ૧૦  ઈંચ પણ નથી. ત્રણેય જિલ્લાનો સરેરાશ ૭૦ થી ૭પ ટકા વિસ્તાર અર્ધ દુષ્કાળ હેઠળ આવી ગયો છે. 
ચોમાસુ ઋતુની શરૂઆતથી તબક્કાવાર  ઉ.ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ સાથે ક્યાંક ગણત્રીના કલાકો પુરતા ઝાપટાથી આ વરસાદ નોંધાયો છે. 
ધોધમાર વરસાદ નહિ પડતા જમીનમાં ભેજની અછત  સામે નદી- તળાવો ખાલીખમ ભાસી રહ્યા છે. ઉત્તર ગુજરાતની વરસાદની અછત વચ્ચે ભાદરવાનો તાપ ઉભા પાકને આકરો ડામ આપી  રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ૩૯ ડિગ્રી વટાવી જતાં ઉભા પાકને ગરમીથી  ગંભીર અસર થઈ  છે. આમ ત્રણે જિલ્લાના  ૩૩ માંથી ર૩ તાલુકામાં અર્ધ દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.