વાવમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં નોટોનો વરસાદ

ગતરોજ તા.૬-૪-૧૯ ને રવિવારના રોજ વાવ તાલુકાના ખીમાણા-પાદર ગામે આવેલી એકલીંગજી ગૌશાળાના લાભાર્થે  વરવાડી યુવક મંડળ અને સમસ્ત ગ્રામજનોના સહીયારા પ્રયાસથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌશાળાના લાભાર્થે યોજાયેલા આ લોકડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારોમાં દેવાયત ખાવડ અને ગીતાબેન રબારી, રણવીર ગઢવી અને દશરથદાન ગઢવીએ સંતવાણી અને લોક સાહિત્યની ભારે રમઝટ બોલાવી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.જાકે ડાયરામાં ઉપÂસ્થત દાનવીર અને દાતાઓ નોટોનો વરસાદ વરસાવી દીધો હતો. જેથી ગૌશાળાના લાભાર્થે લાખો રૂપિયાનો ફાળો એકત્રિત થયો હતો. આ પ્રસંગે રાજય સરકારના મંત્રી અને બ.કાં. લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ, વાવ તા.પં.ના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ગોહીલ, સરપંચ આંબાજી ગોહીલ, ભરતસિંહ ગોહીલ (સરપંચ પાડણ), નટવરસિંહ ગોહીલ, રણજીતસિંહ ગોહીલ, જીતેન્દ્રસિંહ ગોહીલ, ધેંગાજી રાજપુત (ભરડવા), દિનેશપુરી ગૌસ્વામી, ભુપતસિંહ ગોહીલ સહિત બહોળી સંખ્યામાં ગોહીલ બંધુઓ, શ્રોતાજનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.