થરાદમાં બંધ મકાનમાંથી ૮૯,૦૦૦ ની ઘરફોડ ચોરી થતાં ખળભળાટ

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ નગરના અભેપુરાની પાસે આવેલા સુંધલનગરમાં રહેતા પ્રજાપતિ શામળભાઇ માનસેંગભાઇ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ ગત તા.૭/૧૨/૨૦૧૯ના બપોરના દોઢ વાગ્યાના સુમારે મોરવાડા મુકામે પોતાના સંબંધીને ત્યાં મરણ પ્રસંગે પરિવાર સાથે મકાનને તાળું મારીને ગયા હતા. અને તા.૦૯/૧૨/ ૨૦૧૯ ની સાંજના સાડા સાત વાગ્યાના સુમારે ઘેર પરત આવતાં તેમના મકાનનું તાળું તુટેલું જણાયું હતું. તથા ઘરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં પડેલ હોઈ ચોરી થયાનો અંદાજ આવતાં ઘરમાં જઇ વધુ તપાસ કરતાં તિજોરી ખુલ્લી પડેલી જણાઈ હતી. તિજોરીમાં રહેલા રોકડ રૂપિયા ૧૧૦૦૦ તથા સોનાની કાનની જુમર એક તોલો  સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે શિક્ષક પરિવાર બે દિવસ બહાર જવાના સમયગાળામાં તેમના મકાનને નિશાન બનાવાતાં આ ઘટનામાં બે દિવસ દરમ્યાન ફેરી કરવા આવેલા શખસો અથવા તો કોઇ જાણભેદુ હોવાનો તર્ક પણ ચર્ચાસ્પદ બનવા પામ્યો હતો.  કિં.રૂ. ૪૫ હજાર,ચાર આની ડોડી કિં.રૂ. ૧૫૦૦૦,૨૦ ભાર તોડી કિં.રૂ. ૧૦,૦૦૦,ત્રણ ચાંદીના સિક્કા કિં.રૂ.  ૧૫૦૦, લકી કિં.રૂ. ૧૫૦૦ ,ચરણ કિં.રૂ. ૧૫૦૦ જેવી ચીજ વસ્તુઓની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરીને લઇ ગયો હોવાનું માલુમ પડ્‌યું હતું. આ બાબતે જ્યારે યોગ્ય લાગશે ત્યારે એફ.આઇ.આર. કરશે તેમ જણાવી હાલ પ્રાથમિક તપાસ કરવા થરાદ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. આ ચોરીના બનાવને લઇને થરાદ નગરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.