મુખ્યમંત્રીને રજુઆતો છતાં વાવના નાળોદર મોર્ડન સ્કૂલના કામમાં ગેરરીતિ યથાવત

વાવ : વાવ તાલુકાના નાળોદર ગામે ‘સર્વ શિક્ષણ અભીયાન’ યોજનાની રૂ.પ કરોડની ગ્રાન્ટ હેઠળ મોર્ડન સ્કૂલ બની રહી છે. જાકે આ કામનો કોન્ટ્રાક્ટર કોઈ ગાંધીનગરની એક કન્ટ્રકશન કંપનીનો અપાયો છે. જ્યારે આ કંપનીએ આટલું મોટું કામ સબલેટમાં આપ્યું છ. પરંતુ આ કરોડોના કામમાં ભારે ગેરરીતીઓની બુમરાડ ઉઠતા નાળોદર ગ્રામજનોએ મુખ્યમંત્રી સહીત ઉચ્ચસ્તરે રજુઆતો કરી કામની કવોલીટી અને કોન્ટેટી સચવાય તે મુદ્દે રજુઆતો કરી છે. આ કામમં બ્લોક, સિમેન્ટ, રેત તેમજ મટેરીયલ કામ સાવ હલકી કક્ષાનું થઈ રહ્યું છે. ચાલુ કામે દીવાલોમાં તિરાડો આવી ગઈ છે. સાવ હલકી કક્ષાનું કામ થતાં કામની ગુણવત્તા જળવાતી નથી. જાકે આ કામ ઉપર મોનીટરીંગ કરતા તાલુકા કક્ષાના સર્વ શિક્ષણ અભિયાન (એસ.એસ.એ) ના સપુરવાઈઝરને પણ કોન્ટ્રાક્ટર ગાંઠતો નથી. અને જીલ્લા કક્ષાના ટી.આર.પી. જાડે કોન્ટ્રાક્ટરને ટકાવારીનો સિલસિલો ચાલતો હોઈ કોન્ટ્રાકટર ગ્રામજનોને કે કોઈ મીડીયાને પણ ગાંઠતો નથી. જાગૃત નાગરીકો એ મુખ્યમંત્રીને રજુઆતો કરી છે. કામની ગુણવત્તા નહી જળવાય તો બીલનું ચુકવણું થવું ન જાઈએ,  નહીતર ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં તો કરોડના કામમાં ટકાવારીનો સિલસિલો યથાવત રહેતા કામની ક્વોલીટી કે કોન્ટેટી જળવાતી નથી. વધુમાં એક કહેવત અનુસાર ‘ચા કરતાં કીટલી ગરમ’ તેમ આ કામ ઉપર દેખરેખ રાખતો મુનીમ ગામના સ્થાનીક લોકોને પણ કામના મુદ્દે ધમકાવી રહ્યો છે. નાળોદર મુકામે ચાલતા મોર્ડન સ્કુલના કામ ઉપર ગાંધીનગરના સર્વે શિક્ષણ અભિયાનના ડાયરેક્ટર રૂબરૂ મુલાકાત લઈ જાત તપાસ કરે તો ચોકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. હાલમાં તો આ કામની દેખરેખ રાખતો મુનીમ ‘મુનો’ એવી શેખીઓ મારી રહ્યો છે કે, મુખ્યમંત્રી સુધી રજુઆત થશે કે મીડીયા ગમે તેવા અહેવાલો પ્રતિધ્ધ કરે અમારો કશો જ ફરક ના 
પડી શકે ? તો આ કોન્ટ્રાક્ટર ક્યા ખીલાના જારે કુદી રહ્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર આ કામના મુદ્દે ગ્રામજનો આવેદનપત્ર પાઠવી ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવશે તેવું લોક મુખે સંભળાઈ રહ્યું છે. હાલમાં તો આ કોન્ટ્રાક્ટર જીલ્લાના ટી.આર.પી.ને ટકાવારીનો સિલસિલો યથાવત રાખતા જીલ્લાના ટી.આર.પી. પટેલ આ કામના ગેરરીતીઓના મુદ્દે આંખ આડા કાન કરી રહ્યા છે અને ગેરરીતીઓની જરા પણ તપાસ ન થતાં નાળોદરના ગ્રામજનોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.