કુવારસી ઘાટામાં ડેરીના મંત્રીની લુંટનો ભેદ ઉકેલાયો

અંબાજી : બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના કુવારશી ઘાટામાં દુધ મંડળીના મંત્રી થયેલ લુંટમાં એલ.સી.બી.અને દાંતા પોલીસની તપાસમાં ફરીયાદી જ આરોપી નીકળતા પોલીસે ફરીયાદી અને મંત્રીની ધરપકડ કરી લુંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો અને મંત્રીએ દેવુ થઈ જતાં લુંટનું કાવત્રુ ઘડ્યું હોવાની કબુલાત કરી હતી. બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા પ્રદિપ સેજુલ તથા એ.આર.જનકાન્ત (નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ)ના માર્ગદર્શન આધારે એલ.સી.બી. પી.એસ.આઈ. પી.એલ.વાઘેલા અને એ.એ. ચૌધરી, બી.કે.ગૌસ્વામી પો.સબ. ઈન્સ.(દાંતા), એમ. બી. જાડેજા પો.સબ. ઈન્સ (હડાદ) સ્ટાફના પોપટભાઈ, દિગ્યવિજયસીંહ નરેશભાઈ, વિક્રમભાઈ પુજાભાઈ, કાળુભાઈ વિગેરે હડાદ પો.સ્ટે.ફસ્ટ(આઈ.) ગુ.ર.નં.૧પ/ર૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ ક.૧૩પ મુજબનો ગુનો દાખલ થયેલ જે બાબતે કુવારસી દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી શૈલેષભાઈ નારણભાઈ જાતે પારઘી (આદિવાસી) રહે.કુવારસી તા.દાંતાની યુÂક્ત પ્રયુક્તી થી સઘન અલગ અલગ પુછપરછ કરતા પુછપરછમાં ભાંગી પડેલ અને જણાવેલ કે તેમને આઠ લાખનું દેવુ થઈ ગયેલ હોય તેમના સાળા નાથાભાઈ પુનાભાઈ ખોખરીયા (રહે.કુવારસી તા.દાંતા) તથા રમેશભાઈ પુનાભાઈ ખોખરીયા (રહે.કુવારસી, તા.દાંતા) તથા કાન્તીભાઈ મેહાભાઈ ખોખરીયા (રહે.કુવારસી તા.દાંતા) તથા તેમના કુવા છગનભાઈ લુકાભાઈ જાતે.કોદરવી (આદિવાસી) રહે.કુવારસી તા.દાંતા) સાથે મળી લુંટનો પ્લાન બનાવેલ જે પ્લાન અનુસાર છગનભાઈ તથા શૈલેષભાઈ કુવારસી દૂધ ઉત્પાદક મંડળીના બેંક ખાતામાંથી રૂપિયા દશ લાખ ઉપાડી પૈસા લઈ જતા હોય ત્યારે કુવારસી ઘાટામાં નાથાભાઈ તથા રમેશભાઈ તથા કાન્તીભાઈ વાળાઓએ આવી બાઈક રોકાવી શૈલેષભાઈને છરીના ઘા મારી થેલો લઈ જતા રહેવાનું જે અનુસાર તા.ર/૭/ર૦૧૯ ના રોજ છગનભાઈ તથા શૈલેષભાઈ દાંતા ગયેલ અને દાંતા મધ્યસ્થ સહકારી બેંકમાંથી કુવારસી ડેરીના ખાતા માંથી રૂપીયા દશ લાખ ઉપાડી પૈસા લઈ છગનભાઈ તથા શૈલેષભાઈ બાઈક ઉપર કુવારસી જતા હતા તે વખતે ત્રણ વાગે કુવારસી ઘાટામાં નાથાભાઈ તથા રમેશભાઈ તથા કાન્તીભાઈ બુકાનીધારી બનીને આવેલ અને નાથાભાઈએ આગળથી બાઈક પકડેલ અને કાન્તીભાઈએ શૈલેષભાઈને બંને હાથે છરીના ઘા મારી રમેશભાઈ થેલો લઈ ત્રણેય જણા જતા રહેલ તપાસ દરમિયાન લુંટમાં ગયેલ રૂપીયા દશ લાખ રીકવર કરેલ છે અને આરોપી કુવારસી દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી શૈલેષભાઈ નારણભાઈ જાતે પારઘી (આદિવાસી) ની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તથા આરોપી નાથાભાઈ પુનાભાઈ ખોખરીયા તથા રમેશભાઈ પુનાભાઈ ખોખરીયા તથા કાન્તીભાઈ મેહાભાઈ ખોખરીયા અટક કરવાની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.