આ સરદારજીએ બનાવ્યા 65 કિલો ચોકલેટના ગણપતિ, દૂધમાં વિસર્જન કરી ગરીબ બાળકોને પીવડાવ્યું ચોકલેટ મિલ્ક

આ દિવસોમાં દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે, ત્યાં જ બીજી બાજુ, દરેક ગલી મહોલ્લામાં ગણપતિ બાપા બિરાજમાન છે. દરેક પંડાલમાં કંઈક અનોખું જોવા મળી રહ્યું છે ત્યારે પંજાબના લુધિયાણામાં બે લોકોએ ભગવાન ગણેશની પ્રતિમાં બનાવવા માટે અનોખો ઈકો ફ્રેન્ડલી આઈડિયા લાવ્યા છે, જેના કારણ લોકો તેમના વખાણ કરી રહ્યા છે.
 
બુદ્ધિ, જ્ઞાન અને વિધ્નવિનાશક તરીકે પૂજવામાં આવતા ગણપતિ બાપ્પાના તહેવાનો ઉત્સવ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈને 23 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. આ દરમિયાન ભક્તો તેમના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે અને 10 દિવસ સુધી તેમની પૂજા કરે છે. ગણેશોત્સવના અંતિમ દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનું દરિયા, નદી અને તળાવમાં વિસર્જન કરે છે. બજારમાં મળતા ગણપતિની પ્રતિમાને નદી કે દરિયામાં વિસર્જીત કરવામાં આવતી હતી તો તે નાશ પામતી નહોતી અને મૂર્તિ બનાવવા માટે વપરાયેલા કેમિકલ પાણીને પ્રદૂષિત કરતા હતા.
 
ત્યારે લુધિયાણાના બે લોકોએ પાણીને પ્રદૂષિત થતા રોકવા માટે ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ તૈયાર કરી છે. મૂર્તિ બનાવવા માટે ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં આ લોકોએ નક્કી કર્યું છે કે વિસર્જનના દિવસે મૂર્તિને દૂધમાં મિક્ષ કરીને બાળકોને પીવા માટે અપાશે. આ રીતે અપનાવવા માટે સોશિયલ મીડિયા પર લોકો આ બન્નેના ઘણા વખાણ કરી રહ્યા છે. જોકે, ખરેખર આ એક સારું પગલું છે.
 
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગણેશ ચતુર્થી પર આવા ઈકો ફ્રેન્ડલી આઈડિયા જોવા મળી ચૂક્યા છે. ગત વર્ષે પૂણેના રમેશ ખેર અને વિવેક કાંબલેએ ફટકડીથી ગણેશ મૂર્તિનું નિર્માણ કર્યું હતું. તેનાથી પાણી પ્રદૂષિત થતું નથી ઉપરાંત તે ગંદા પાણીને સાફ પણ કરે છે. કહેવાય છે કે, ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ રાખે છે, કહેવાય છે કે, ઉપવાસ રાખવાથી ભગવાન ગણેશ ખુશ થઈ જાય છે અને તેના ભક્તોની મનોકામના પૂરી કરે છે. એવામાં ભક્ત ભારે શ્રદ્ધાથી ગણેશજીની પૂજા-અર્ચના કરે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.