શરદ પવારે કરી મોટી ઘોષણા, 2019માં નહિ લડે લોકસભા ચૂંટણી

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારે આગામી લોકસભા ચૂંટણી ન લડવાનો ફેસલો કર્યો છે. આ વિશે પાર્ટીના નેતા જિતેંદ્ર અહવાડેએ જાણકારી આપી છે. એમણે જણાવ્યું કે તેઓ પુણે લોકસભા સીટ પરથી ચૂંટણી નહિ લડે, ઉલ્લેખનીય છે કે આ સીટ પરથી જ 2014માં તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા. એનસીપી ધારાસભ્યએ જણાવા મુજબ શરદ પવારે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે એમના નામને સામેલ ન કરવામાં આવે. એમણે કહ્યું કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા જેથી કરીને કોઈપણ એમના નામનો પ્રસ્તાવ ન મોકલે.
 
જ્યારે શરદ પવારના ફેસલા બાદ એનસીપી નેતા અજીત પવારે કહ્યું કે પવાર સાહેબ અમારા સૌથી મોટા નેતા છે, તેઓ 78 વર્ષના છે અને લાગે છે કે હવે એમણે લોકસભા ચૂંટણી ન લડવી જોઈએ. પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ પુણેમાં એમને અપીલ કરી છે કે તેઓ આ વખતે ચૂંટણી લડે, પરંતુ એમણે સ્પષ્ટ કહી દીધું કે તેઓ ચૂંટણી નહિ લડે અને કોઈ એમનું નામ પણ આગળ ન વધારે. સાથે જ એમણે કહી દીધું કે તમારા ધ્યાનમાં કોઈ ઉમેદવાર હોય તો તેમનું નામ આગલ મોકલવું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.