પાટણ તાલુકાના બોરસણ અને ગોલાપુર ગામ ખાતે રાત્રી ગ્રામસભા યોજાઇ

પાટણ રાજય સરકારે ગામોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેના થકી ગામોએ વિકાસની હરણફાળ ભરી છે. શહેર જેટલી સુવિધાઓ ઉપલબ્ધ બની છે.ગામોના વિકાસના કામો માટે પાટણ તાલુકાના બોરસણ અને ગોલાપુર ગામ ખાતે જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાત્રી ગ્રામસભામાં જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ગામના સરપંચ અને બોડીની રચના સમરસ થતી હોઇ તે ગામનો વિકાસ ખુબજ ઝડપથી થતો હોય છે. ગામને સુંદર અને વિકાસશીલ રાખવાની ભૂમિકા સમરસ ગામ કરતું હોય છે.ગામના વિકાસના પ્રશ્નો રજૂ કરશો જેની સ્થળ ઉપર ચર્ચા કરી નિકાલ લાવીશું અને બાકીના પ્રશ્નો ની આગળ રજુઆત કરી ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી. અને ગામના વિકાસના  કામો માટે સરકાર કટિબંધ છે.જિલ્લા કલેકટરે બંન્ને ગામોના વિકાસના કામો માટે બોરસણ ગ્રામ પંચાયતને રૂ. ૫ લાખ અને ગોલાપુર ગ્રામ પંચાયતને રુ.૪ લાખ ફાળવવાની જાહેરાત કરી હતી.ગામનો વિકાસ ગામની એકતા ઉપર હોય છે.ગામના પ્રજાજનોએ રજુ કરેલ વિકાસના પ્રશ્નોનો નિકાલ કરવાની ખાત્રી આપી હતી.અને ભારત સરકાર દ્રારા પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.જેનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.બાકી રહી ગયેલ ખેડૂતોને તાત્કાલીક ફોર્મ જમા કરવા જણાવ્યું હતું 
 આ પ્રસંગે પાટણ પ્રાન્ત અધિકારી ડી.બી ટાંકે ગામના વિકાસના કામો ઝડપથી પુર્ણ કરવા અને મદદરુપ થવા અનુરોધ કર્યો હતો.
ગામના પ્રજાજનોએ ગામના વિકાસના કામો જેવાકે રોડ રસ્તા,ગટર,પાણીની ઓવર હેડ ટાંકી, તળાવો ભરવા, સ્મશાનનો કોટ, વરસાદી પાણીનો નિકાલ,સ્ટ્રીટ લાઇટ વગેરેના પ્રશ્નો રજુ કર્યા હતા.
આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના મામલતદાર કૈલાશબેન પ્રજાપતિ, જિલ્લા આયોજન અધિકારી હિતેશભાઇ શુક્રલ,પ્રવિણભાઇ પરમાર, તાલુકા વિકાસ અધિકારી સરપંચ,તલાટીકમ મંત્રી ગામનાવડીલો યુવાનો, મહિલાઓ,બાળકો ઉપસ્થિત રહયા હતા.    
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.