125 હત્યા તેમજ બે કરોડનું ઇનામ ધરાવનાર ડાકુ પંચમ સિંઘ બન્યા રાજયોગી

ભારતના ઇતિહાસમાં વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિના નામથી તો સૌ પરિચિત છે પણ આવો જ એક ચહેરો આજે ભારતમાં છે કે જે ડાકુ પંચમ સિંઘ થી રાજયોગી તરીકે ઓળખાઇ રહ્યું છે જેને આજે સાબરકાંઠા જિલ્લાની સબજેલ હિંમતનગર ખાતે કેદીઓ માટે બ્રહ્મકુમારી ઈશ્વરિય રાજયોગનો સેમિનાર કરી તમામ કેદીઓને જીવન એક નવા માર્ગ અંગે જાગૃત કર્યા હતા.
 
ડાકુ પંચમ સિંઘે 125 હત્યા તેમજ બે કરોડનું ઇનામ ધરાવનાર ડાકુ હાલમાં રાજયોગી તરીકે જાણીતો બન્યો છે. ડાકુ પંચમ સિંઘ નામ જ સમગ્ર ઉત્તર ભારતમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું પરંતુ અધ્યાત્મના માર્ગે હાલમાં 98 વર્ષની ઉંમરે પણ અડીખમ ઉભા છે.બાળપણથી જ ગામમાં અન્યાયની સામે હથિયાર ઉઠાવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ડાકુની ગેંગના મુખ્ય બન્યા બાદ હત્યા થકી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો જેના પગલે સરકારે પણ આ મુદ્દે ગંભીરતા દાખવી પંચમ સિંઘ ની અટકાયત કરી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ફાંસી ની સજા આપી હતી જો કે તત્કાલીન રાષ્ટ્રપતિ એ પંચમ સિંઘ માં આવેલા પરિવર્તનને પગલે તેમની દયાની અરજી સ્વીકારી તેમને મુક્ત કર્યા હતા ત્યારબાદ પંચમ સિંઘ પોતાના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી બ્રહ્માકુમારી ઐશ્વર્ય સંસ્થા દ્વારા ભારતની 400થી વધારે જેલોમાં અધ્યાત્મ અંગેની વાત કરી હતી તેમજ હાલમાં ભારતની જેલમાંથી કેદીઓ સાથે માનવીના મનની સ્થિતિ સમજાવી માનવીને ઉર્ધ્વગામી જીવન બનાવવા સેમિનાર યોજાઈ રહ્યા છે જેના પગલે આજે તેમને હિંમતનગરમાં સેમિનાર યોજાયો હતો હિંમતનગર સબજેલ માં તેમને કેદીઓ સાથે જીવન બદલાવવાની તેમજ બદલવાના પ્રયાસો થકી આવેલા પરિવર્તનની પણ વાત કરી હતી જોકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે 125 હત્યા કર્યા બાદ પણ જો પંચમ સિંઘ પોતાનું જીવન બદલી શકતો હોય તો આપના માં બેઠેલા કોઈપણ વ્યક્તિ 125 હત્યા કરી હોય તેવું બન્યું નથી ત્યારે તે પણ પોતાનું જીવન બદલી શકે છે.
 
ઉત્તર પ્રદેશની સરહદ પાસે આવેલા નાનકડા ગામમાં જન્મેલા પંચમ સિંઘ બાળપણમાં ગામમાં ચૂંટણી દરમિયાન પોતાને તેમજ પોતાના પિતાને ઢોર માર મારવાના પગલી અન્યાય સામે ન્યાય તેમજ સશસ્ત્ર ઉઠાવી ડાકુની ગેંગમાં બળતી થઈ ગેંગ નું સંચાલન કરનાર ગેંગના મુખિયા હતા. જે તે સમયે ડાકુ પંચમ સિંઘ 125થી વધારે હત્યા કરી હતી તેમજ સમગ્ર ઉત્તર વાર તેમના નામ માત્રથી થરથર કાંપતા હતું.જોકે પોલીસના હાથે ઝડપાયા બાદ કોર્ટ દ્વારા ફાંસીની સજા થઈ હતી ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ જયપ્રકાશ નારાયણ ફાંસી ની સજા ની સામે દયાની અરજી ગ્રાહ્ય રાખી ડાકુ પંચમ સિંઘ જોડે હતા જે બાદ તેમને ઈશ્વર્ય બ્રહ્માકુમારી નો સંપર્ક કરી રાજુ કી બન્યા હતા તેમજ આજની તારીખે ભારતની 400થી વધારે જેલોમાં પણ તેઓ અધ્યાત્મ તેમજ જીવન બદલાવાની વાતો કેદીઓ સાથે કરે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.