મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા

ભોપાલ : લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી લીધા બાદ એકબાજુ કેન્દ્રમાં સરકાર બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી ચુકી છે ત્યારે બીજી બાજુ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારની મુશ્કેલી પણ વધી રહી છે. કમલનાથ સરકાર કઈ રીતે પડકારને પાર પાડી શકશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. ૧૧મી જાન્યુઆરીના દિવસે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, જે દિવસે પાર્ટીનું નેતૃત્વ ઈચ્છશે તે જ દિવસે ભાજપની સરકારની મધ્યપ્રદેશમાં વાપસી થઈ જશે. લોકસભા ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર બેચેન છે. સત્તાધારી કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે, એવા સંકેત મળી રહ્યા છે કે, દિલ્હીમાં ભાજપ તરીફથી સુચના આપવામાં આવી છે. ગુરુવારના દિવસે એવા સંકેત મળવા લાગી ગયા હતા કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાકેશ સિંહે મુખ્યમંત્રી કમલનાથ પાસેથી નૈતિક આધાર પર રાજીનામાની માંગ કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષનું કહેવુ છે કે, કોંગ્રેસે પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ભાજપે સંકેત આપ્યા છે કે, આવનાર દિવસો કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર માટે સારા રહેનાર નથી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.