ગાયત્રી મંત્ર લેખનમાં મોડાસાના મંગળદાસ કડીયાના નામે વિશ્વ વિક્રમ

અરવલ્લી ઃ શાંતિકુંજ ,હરિદ્વાર દ્વારા ચલાવી રહેલ  ગાયત્રી મંત્ર લેખન અભિયાનમાં વિશ્વ રેકોર્ડ બન્યો છે. આ વિશ્વ રેકોર્ડ ગુજરાતના અરવલ્લી જીલ્લાના મોડાસાના નિવાસી મંગળદાસ ઈશ્વરલાલ કડીયા નામે થયો છે. મંગળદાસ ઈશ્વરલાલ કડીયા ૨૦૧૩ થી ૨૦૧૯ ની વચ્ચે સાત લાખ બોત્તેર હજાર આઠસો ગાયત્રી મંત્ર લેખન કર્યું. તેમણે ત્રણસો બાવીસ ગાયત્રી મંત્ર લેખન બુકોનું અવિરત લેખન કાર્ય કર્યું છે. વિશ્વ રેકોર્ડ ઈન્ડિયાની અગ્રગણીય સદસ્ય ભારવી    પટેલ દ્વારા આ અંગેનું પ્રશસ્તિ પ્રમાણપત્ર અને મેડલ તારીખ ૨૦ મે સોમવારના રોજ મોડાસા ખાતે મંગળદાસ કડીયાને સુપ્રત કરવામાં આવ્યા.
ગાયત્રી મંત્ર લેખન પર વિશ્વ રેકોર્ડ બનવા માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડા. પ્રણવ પંડ્‌યાજીએ કહ્યું કે ગાયત્રી મહામંત્રને જગતના આત્મા માનેલ સાક્ષાત દેવતા સૂર્યની ઉપાસના માટે સૌથી સરળ અને ફળદાયી મંત્ર માનવામાં આવેલ છે. આ મહામંત્ર નિરોગી જીવનની સાથે સાથે યશ,પ્રસિદ્ધિ, ધન ઐશ્વર્ય દેનાર હોય છે પરંતુ ગાયત્રી મહામંત્રનું લેખન સાધકને જપથી અનેકગણું વધારે લાભ આપે છે.
આજ કારણ છે કે ગાયત્રી પરિવારના અસંખ્ય સાધક આ અભિયાનમાં સામેલ થઈ લેખન કાર્યમાં જોડાયેલા છે. તેઓએ જણાવ્યું કે મંગળદાસ ઈશ્વરલાલ કડીયા દ્વારા વિશ્વ રેકોર્ડ બનવો એક ગૌરવ પ્રદાન કરનાર છે. આથી અન્યને પણ પ્રેરણા, પ્રોત્સાહન મળશે. સંસ્થાના અધિષ્ઠાત્રી શૈલદીદી શાંતિકુંજ હરિદ્વાર પરિવાર સહિત ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા દ્વારા મંગળદાસને શુભકામનાઓ પાઠવી છે. 
મંગળદાસ કડીયાએ કહ્યું કે ગાયત્રી મહામંત્ર લેખનમાં વિશ્વ રેકોર્ડ બનવો એ ગાયત્રી પરિવારના જનક પૂજ્ય પં.શ્રીરામ શર્મા આચાર્યજી, વંદનિયા માતાજીની પ્રેરણા અને શ્રદ્ધેય ડા પ્રણવ પંડ્‌યાજી દ્વારા મળેલ માર્ગદર્શન વિના સંભવ ન હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.