ડીસા: હૈદરાબાદના ડૉ. પ્રિયંકા રેડ્ડીના કુકર્મ અને હત્યાના વિરોધમાં યુથ ક્લબ ઓફ ડીસા દ્વારા કેન્ડલ માર્ચ યોજાયો

સમગ્ર ભારતને ઝન્ઝોડિ નાખનાર હેદરાબાદના ડો. પ્રિયંકા રેડ્ડી મર્ડર કેસના પ્રત્યાઘાતો આજે ડીસા શહેરમા જોવા મળયા હતા. ઘટનાના વિરોધમા અને ડો. રેડ્ડીને શ્રદ્ધાંજાલિ આપવા માટે ડીસાના યુથ ક્લબ ઓફ ડીસાઍ આજે કેન્ડલ માર્ચ યોજ્યો હતો.
 
અત્રે ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલા હેદરાબાદના રંગા રેડ્ડી જિલ્લામાં વેટનરી ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે ચાર નરાધમોઍ કુકર્મ કર્યો હતો અને ત્યાર બાદ તેની હત્યા કરી શબને સળગાવી દેવામા આવ્યો હતો. ત્યાર બાદ એક ખેડુતને સળગેલી લાશ દેખાતા પોલિસને જાણ કરાઇ હતી. 
 
આ ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે. અને દેશ ભરમાં વિવિધ સ્વરુપે ડો. રેડ્ડીને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે ગતરોજ યુથ ક્લબ ઓફ ડીસાના હોદ્દેદારો ફુલદીપ માળી, જયેશ માળી અને ભાવિન માળીની આગેવાનીમાં ડીસાના નવયુવકોએ કેન્ડલ માર્ચનું આયોજન કરી ડો. રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપી હતી. ડીસા શહેર વાલી હિત રક્ષક સમિતિના પ્રમુખ અને જાણીતા પત્રકાર વસંતભાઈ ગોસ્વામી, વિશ્વ હિંદુ પરિષદ અને એ.બી.વી.પીએ પોતાનું પૂર્ણ સમર્થન દર્શાવ્યું હતું. આવી ઘટના સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ડીસાના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.