જુનાડીસા રક્તદાન કેમ્પમાં ૫૨થી વધુ બોટલ રક્ત એકત્ર

જુનાડીસા : ડીસા તાલુકાના જુનાડીસા ગામના મુસ્લિમ બિરાદરોએ મોહરમ પર્વ નિમિત્તે  તાજીયા ઝુલુસ બંધ રાખી હિન્દૂ ભાઈઓના સહયોગથી રક્તદાન કેમ્પ યોજી ૫૨ થી વધુ બોટલ રક્ત એકત્ર કરી ગામની કોમી એકતાને ચાર ચાંદ લગાવી 
દીધા હતા.
કોમી એકતા માટે વખણાતાં જુનાડીસા ગામે મોહરમના માતમ પર્વ નિમિત્તે લાઈફ લાઈન યુવા ગૃપ દ્વારા ભણસાલી ટ્રસ્ટના સહયોગથી  રક્તદાન કેમ્પનું પ્રેરણાદાઈ આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે કોમી એકતાના પ્રતીક સમાન જમીયતે ઉલમાં એ હિંદના જિલ્લા પ્રમુખ અબ્દુલ કુદુસ સાહેબ અને પૂ. મહંતશ્રી નિર્મલપુરીજી ત્યાગી મહારાજ ખાસ ઉપસ્થિત રહી ગામની એકતાને એકસુરે બિરદાવી ગામના આ માનવતાવાદી સતકાર્યનો સંદેશ સમગ્ર દેશમાં પહોંચાડવા યુવાનોને અનુરોધ કરેલ.ગામના યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરતા ૫૨ થી વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું.
મોહરમ પર્વની સાચા અર્થમાં સાર્થક ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષ અને સનાતન હિન્દૂ સમાજના પ્રમુખ ભીખાભાઇ પઢીયાર અને આવા કાર્યક્રમોના પ્રખર હિમાયતી ઇબ્રાહિમભાઈ ચાવડાએ પ્રાસંગીક પ્રવચન કરેલ. આ પ્રસંગે સરપંચ બબાભાઈ દેસાઈ, નજીરભાઈ ઘાસુરા, ડે. સરપંચ ફારૂકભાઈ દાણી, જયેશભાઇ દેસાઈ, રમેશભાઈ અનાવાડીયા, બાબુભાઇ બારોટ, જેન્તીભાઈ પુનડિયા, ડાયાભાઇ પ્રજાપતિ, ભરત સોની, જીતુ મંડોરા,હનીફ ઘાસુરા, મોઇન સિંધી, મહેન્દ્રભાઈ અનાવાડીયા,મુકેશ ત્રિવેદી સહિત હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.મેડિકલ ઓફિસર કપૂર જાટ અને સ્ટાફે સહયોગ આપ્યો હતો.કાર્યક્રમનું સંચાલન અલ્માસ ઘોરીએ કર્યું હતું.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.