રાધનપુર પાલિકામાં ટાઉન પ્લાનર 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

 
 
 રાધનપુર નગરપાલિકા કચેરીમાં ગુરુવારે ટાઉન પ્લાનર 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. કુલ 30 હજારની માંગણી કરી હતી જેમાં 20 હજાર અપાઈ ગયા હતા. જ્યારે આજે બાકીના 10 હજારની રકમ લેતાં રંગેહાથે ઝડપાઈ ગયો છે. જેને લઈ રાધનપુરના કર્મચારીઓમાં ફફડાટનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
રાધનપુર નગરપાલિકાની  બાંધકામ પરમિશન બાબતે ટાઉન પ્લાનર રણછોડ ગજ્જરે કોન્ટ્રાકટર પાસેથી કુલ 30 હજાર રૂપિયા લાંચ પેટે માંગ્યા હતા. જેમાં અગાઉ કોન્ટ્રાક્ટરે 20 હજાર આપ્યા બાદ આજે ગુરૂવારે 10 હજાર રૂપિયા આપવાના હતા. હકીકતે જાગૃત કોન્ટ્રાકટર લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો.
જેમાં ટાઉન પ્લાનર નગરપાલિકા કચેરીની અંદર જ હાથોહાથ રૂ.10 હજાર લાંચ પેટે લેતા રંગેહાથે ઝડપાઈ ગયો હતો. પાલિકા કચેરીની અંદર જ એસીબીની સફળ રેડને પગલે પંથકમાં ખળભળાટ મચી ગયો છે. લાંચ કેસને પગલે રાધનપુર શહેર અને તાલુકાભરની સરકારી કચેરીઓના લાંચીયા કર્મચારીઓમાં ફફડાટનું વાતાવરણ છવાઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલ રણછોડ સી. ગજ્જર નામનો કર્મચારી અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચુક્યો છે. સૂત્રોનું કહેવું છે કે, એસીબીના હાથે ચડેલ આ ટાઉન પ્લાનર કર્મચારી લાંચ સિવાય કોઈ કામ કરવામાં માનવતો ન હતો. કોઈપણ કામ કરાવવું હોય તો આ કર્મચારીને લાંચનો નૈવેધ ધરાવવો પડતો હતો.
સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું કે, આરોપી રણછોડ ગજ્જરે સરકારી પગારમાં સ્વીફ્ટ કાર, ટ્રેક્ટર, બે પાણીના બોર, 10 વીઘા જમીન સહિતની અઢળક સંપત્તિ કેવી રીતે ભેગી કરી તેવા અનેક સવાલો ઉભા થયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.