ઉ.ગુજરાતમાં લૂંટ-દારૂના કેસના આરોપીને ઝડપી પાડતી વારાહી પોલીસ

ઉ.ગુજરાતમાં લૂંટ અને પ્રોહીબીશનના ગુનામા નાસતો ફરતો આરોપી વારાહી પોલીસે ઝડપી પાડ્યો હતો આ અદગામના આરોપીને ઝડપી પોલીસે કડક પુછપરછ કરતાં તેને સાત જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી.
વારાહી પોલીસ મથકના પી.એસ.આઈ.એસ.આર. ચૌધરી સહિતનો સ્ટાફ વારાહી પોલીસ મથકમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીના આધારે શાંતિનાથ સોસાયટી નજીક દુકાન પાછળથી સદામ મલુભાઈ અલુસાલો સિન્ધી (રહે. અદગામ, તા.સમી) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે પુછપરછ કરતા તેને પાટણ, બનાસકાંઠા,પૂર્વ કચ્છ સહિત જિલ્લાઓમાં ધાડ, લૂંટ અને પ્રોહી બીશનના સાત જેટલા ગુનામાં નાસતો ફરતો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ આરોપીએ રાધનપુરમાં મારામારી શંખેશ્વરમાં એટીએમમાં ચોરી, ડીસા રૂરલમાં કંડકટર-ડ્રાયવરનું જીરાની ટ્રક સાથે અપહરણ, છાપીમાંથી એરંડાની ૩૦૦ બોરી ભરેલ ટ્રકની લૂંટ, ભચાઉના પેટ્રોલપંપ પાસેથી ટ્રક ચાલક પાસેથી પૈસા અને મોબાઈલની લૂંટ, સમીમાં વિદેશી દારૂ સહિતના ગુનામાં આરોપીની સંડોવણી હોવાથી પોલીસે તપાસ ચલાવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.