આજીવિકા માટે ગામે ગામ ભટકતા પરિવારોની દયનિય હાલત

ડીસા : જાહેર માર્ગ પર બેઠેલા  આ બાળકોની તસ્વીર  સરહદી બનાસકાંઠાના ડીસા પંથકની છે  સમગ્ર રાજ્યમાં વિચરતી જાતિના અનેક સમુદાય છે  પાપી પેટનો ખાડો પુરવા માટે એક ગામથી બીજા ગામ ભટકતા આ પરિવારો  આજીવિકા રળવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે  તો બીજી તરફ સરકાર દ્વારા સાક્ષરતા અભિયાનની  સૂફીયા ની વાતો કરી અનેક  બડાશો હાંકવામાં આવી રહી છે જે તમામ દાવા આ તસવીર જોતા ખોખલા સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા સહિત રાજ્યભરમાં અનેક વિચરતી જાતિના બાળકો આજે પણ શિક્ષણથી વંચિત છે. પાપી પેટ ભરવા માટે  ઠેર ઠેર ફરી પેટિયું રળતા આ પરિવારના બાળકોએ આજ દિન સુધી  નિશાળ જોઈ નથી તેજ રીતે  તેમના પરિવારમાં નાનાથી મોટા સૌ કોઈ આજે પણ  અક્ષરજ્ઞાનથી વંચિત છે. રમકડાં વેચી પરિવારનું ગુજરાન ચલાવતા આ પરિવારના મોભી એવા મોહનભાઇ પરદેશી ડીસાના રેલવેસ્ટેશન વિસ્તારમાં ફરી રમકડાં- ફુગ્ગા વેચી પરિવારનું પેટિયું રળી રહ્યા છે. મૂળ રાજસ્થાનના વતની એવા આ પરિવારમાં ચાર બાળકો સાથે આઠ જણનો પરિવાર છે. જોકે તેમના બાળકોના અભ્યાસ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમારા બાપ દાદા કે અમે નિશાળ નથી ગયા તો પછી અમારા બાળકો ક્યાંથી જાય ? વર્ષોથી ગામડે ગામડે ફરી અમે રમકડાં અને ફુગ્ગા વેચી  માંડ માંડ  પેટિયું રળીએ છીએ આજે આ ગામ તો કાલે બીજા ગામ  અમારી ખૂબ  ઈચ્છા છે કે છોકરાને ભણાવીએ પણ જો ભણવા બેસદોએ તો  ખાઈએ શું ? અમારૂંં કોઈ એક ઠેકાણું નથી  અમારા બાપ દાદા આજરીતે જીવ્યા અને અમારી પણ આમ જ જીંદગી જતી રહેશે તેવો વલોપાત ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સાક્ષરતા અભિયાન સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો સહિતની  યોજનાઓ થકી સરકારના તમામ દાવાઓ અહીં પોકળ સાબિત થઈ રહયા છે વિવિધ અભિયાનો ની સૂફીયાણી વાતો માત્રને માત્ર  કાગળના આંકડાઓ પૂરતી મર્યાદિત છે ત્યારે સરકાર દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ માટે ૧૦૮ જેવી મોબાઈલ સેવા, ભૂખ્યાને ભોજન માટેની અન્નપૂર્ણા યોજના,  ગરીબ કલ્યાણ  સહિતની અનેક વિધ યોજનાઓ ઉભી કરવામાં આવી છે  તો શિક્ષણ માટે ‘ભણતર રથ'  જેવી કોઈ યોજના શરૂ કરવામાં આવે તો રાજ્યમાં સાક્ષરતાનો રેશિયો ઊંચો આવી શકે તેમ છે. જોકે વિકાસની માત્ર વાતો કરતી સરકારની   વાસ્તવિકતા  સ્થિતિ જુદી છે આ રીતે કયારે ભણશે ગુજરાત.... તે સવાલ મુખ ઉપર ઉભરી આવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.