દાંતામાં પૈસાના બદલામાં 15 વર્ષની કિશોરીના લગ્નની સોદાબાજી

દાંતા તાલુકાના ગામે માત્ર 15 વર્ષની કિશોરીને પૈસાના બદલામાં લગ્ન કરાવ્યાની વિગતો સામે આવી છે. ઘટનાના ફોટા અને વિડીયોને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે. જો છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું સહિતની શરતો નક્કી કરતી સનસનીખેજ સોદાબાજી બેનકાબ થઈ છે. કન્યા વિક્રયમાં વચેટિયાઓ હોવાનું સામે આવ્યું છે.
 
દાંતા તાલુકાના ખેરમાળ ગામમાં કિશોરીની સોદાબાજી થઈ છે. જેમાં પૈસા લઈ બાળલગ્ન કરી આપી ચોંકાવનારી સોદાબાજી કરવામાં આવી છે. રેશનકાર્ડમાં દર્શાવેલ ગમાર હસાભાઇ ગલબાભાઇના પરિવારમાં ગમાર ઉર્મિલા બસુભાઇ પણ છે.જન્મતારીખના પત્ર મુજબ આજે 15 વર્ષની ઉંમરે પહોંચી છે. લગ્નની સોદાબાજી થઈ હોવાના ફોટા અને વિડીયો સહિતની વિગતો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લગ્નની સોદાબાજી પાક્કી હોવાની ખાત્રી કરાવવા જો ફોક જાય તો પૈસા પાછા આપીશું તેવું કહ્યું છે.
 
રેશનકાર્ડ, લગ્નના ફોટા-વિડીયો, અન્ય એક સોદાબાજીનો વિડીયો સહિતની વિગતોથી કન્યા વિક્રયનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે.ઉર્મિલા સગીર વયની છતાં પૈસા માટે પુખ્ત વયના યુવાન સાથે લગ્ન કરાવ્યા છે. છોકરીના લગ્ન બાબતે કરાર, શરતો અને બાંહેધરી દર્શાવતો વિડીયો જોતાં મામલો અત્યંત ગંભીર બની ગયો છે.
 
સમગ્ર મામલે દાંતા બેઠકના સદસ્ય એસ.એમ તરાલના પુત્ર અશ્વિન તરાલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં જ બાળલગ્નનો સોદો થયો છે. ગામના સરપંચ દ્વારા મને ઘટનાની જાણ થતાં ચોંકી ઉઠ્યા છીએ. વચેટીયા આવા સોદા કરાવી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.