પાટણમાં સ્તનપાનના મહત્વ

પાટણ રેડક્રોસ ભવન ખાતે પાટણ જિલ્લા મહિલા બાળ વિકાસના ચેરમેન શ્રીમતી ભચીબેન આહીરના અધ્યક્ષ સ્થાને આઇ.એ.પી. રેડક્રોસ,આરોગ્ય અને સંકલિત બાળ વિકાસના સહયોગથી સ્તનપાનના મહત્વ અંગે જિલ્લાકક્ષાની  કાર્યશાળા યોજાઈ હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી ભચીબેન આહિરે જણાવ્યું હતું કે, બાળકો માટે સ્તનપાન સ્વસ્થ જીવનનો પાયો છે. બાળકની તંદુરસ્તી માટે સ્તનપાનનું મહત્વ કેટલું છે તેના ઉપર પ્રકાશ પાડ્‌યો હતો. એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. આર.ટી.પટેલે જણાવ્યું હતું કે, તારીખ ૧થી ૭ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી હાથ ધરવામાં આવી છે. સ્તનપાનથી ટૂંકા અને લાંબાગાળાના ફાયદા સ્તનપાનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. બાળક જન્મે ત્યારથી જ છ મહિના સુધી માતાનું ધાવણ પૂરતું છે. જેનાથી ઘણા ફાયદા થાય છે. જેનાથી બાળક તંદુરસ્ત બને છે અને કુપોષણથી મુક્ત બને છે. સ્તનપાનથી બાળકોની બુદ્ધિક્ષમતા અને શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. જેથી દરેક માતાઓએ ફરજિયાત સ્તનપાન કરાવવા જણાવ્યું હતું. પ્રથમ સ્તનપાન બાળક માટે રસીનું કામ કરે છે.
 મનોજભાઈ પટેલે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો મુખ્ય હેતુ પ્રથમ સગર્ભાવસ્થા અને જીવિત બાળ જન્મ સમયે લાભાર્થી મહિલા પ્રસુતિ પૂર્વે અને પ્રસુતિ બાદ પૂરતા પ્રમાણમાં આરામ અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઈ શકે તે માટે તેની રોજગારીના નુકસાનનું રોકડ સહાયના સ્વરૂપે અંશત વળતર આપવાનો છે. તે અંગેની માહિતી આપી હતી. ર્ડા. શ્રેયાબેન પંડ્‌યાએશિશુ અને બાળકોના સર્વોત્તમ પોષણનું મહત્વ વિશે જાણકારી આપી હતી. ગાયનેકોલોજિસ્ટ ર્ડા. મોહનભાઈ પટેલે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સરકારી યોજનાઓની સરાહના કરી હતી અને કઈ કઈ કાળજી રાખવી તે અંગેની વિગતો જાણકારી આપી હતી. ર્ડા. અક્ષરભાઈ પ્રજાપતિએ મહિલા ઓને સ્તનપાનની યોગ્ય પદ્ધતિ અંગે જાણકારી આપી હતી. અને છેવાડાની મહિલા સુધી જાણકારી પહોંચાડવા જણાવ્યું હતું. પીડીયાટ્રીકના ર્ડા. મનીષભાઈ શાહે સ્તનપાનને લગતી સમસ્યાઓ  વિશિષ્ટ સંજોગોમાં સ્તનપાનના વિકલ્પો સંબંધી બંધારણીય કાયદા અંગે સહ વિસ્તૃત માહિતી આપી હતી. તપોવન સંસ્થાના ચેરમેન શ્રી સંગીતાબેન પટેલે સગર્ભા બહેનોને સંસ્કારની અસર બાળકો પર પડતી હોય છે તે અંગે શુ કરવું જોઇએ તે બાબતની માહિતી આપી હતી. પ્રોગ્રામ ઓફિસરશ્રી રમીલાબેન ચૌધરીએ સ્વાગત પ્રવચન અને હારીજ સીડીપીઓએ વિપુલ ગોઠીએ આભાર વિધિ અને ઉર્મિલાબેન પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં એલ.ટી.પટેલ, એફ.એચ.ડબલ્યુ બહેનો, ર્નસિંગ સ્ટુડન્ટ બહેનો, મુખ્યસેવિકા, આંગણવાડી કાર્યકર બહેનો, ઇન્ડિયન રેસકોર્સના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.