દર મહિને 30 હજાર રૂપિયાની કમાણીનો મોકો આપી રહી છે સરકાર, ફ્રીમાં કરો રજિસ્ટ્રેશન

તમે ખુબ જ ઓછા ઇન્વેસ્ટમેંટ પર સરકાર સાથે બિઝનેસ કરવાના મોકાની શોધમાં છો તો તમે સરકાર દ્વારા ચાલતી કોમન સર્વિસ સેન્ટર (CSC)- વિલેજ લેવલ ઇન્ટરપ્રેન્યોર્સ (VLE) સ્કીમ જોઇન્ટ કરી શકો છો. મોદી સરકાર કોમન સર્વિસ સેન્ટર (CSC)ના સર્કલને વધારવા જઇ રહી છે. હવે નાના વ્યાપારીઓ પણ CSCમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આનાથી CSCની ઇનકમ વધી જશે. CSCના સીઇઓ ડો.દિનેશ ત્યાગીએ કહ્યું કે. CSC-VLE (વિલેજ લેવલ એંટરપ્રેન્યોર્સ)ની ઇનકમ વધારી દર મહિને 30 હજાર રૂપિયા થઇ શકે છે. ત્યાગીએ લોકોથી વધારેમાં વધારે સંખ્યામાં CSC-VLE બનાવવા માટે એપ્લાય કરવાની અપીલ કરી છે.

નેશનલ ઇ-ગવર્મેન્ટ પ્લાન હેઠળ સરકાર દરેક સરકારી સર્વિસને સસ્તામાં લોકો સુધી પહોચાડવા માંગે છે. આ માટે ડિપાર્ટમેંટ ઓફ ઇન્ફોર્મેશન એંડ ટેક્નોલોજી દ્વારા દેશભરમાં કોમન સર્વિસ સેન્ટર ખોલવામાં આવશે. કોમન સર્વિસ સેંટર, જે યુવકોને આપવામાં આવે છે, તેમને વિલેજ લેવલ એંટરપ્રેન્યોર કહેવામાં આવે છે. એક સીએસસી માં સરકારી, પ્રાઇવેટ અને સોશિયલ સેક્ટર જેમ કે, ટેલીકોમ, એગ્રીકલ્ચર, હેલ્થ, એજ્યુકેશન, એંટરટેનમેંટ, એફએમસીજી પ્રોડક્ટ, બેકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ, દરેક પ્રકારના પ્રમાણ પત્ર, એપ્લિકેશન લેટર, અને યૂટિલિટી બિલનું પેમેન્ટ કરી શકાય છે. સરકારી સીએસસીમાં મળતી પ્રોડક્ટ્સની સર્વિસેઝની સંખ્યા વધી રહી છે. જેમ કે હવે અહીં ઇન્શ્યોરંસ પ્રોડક્ટ પણ વેચી શકાય છે.

જો તમે સીએસસી ઓપન કરવા માંગો છો તો તમારી પાસે ઓછામાં ઓછી 100થી 150 સ્ક્વેર ફૂટની સ્પેસ હોવી જોઇએ. તે સિવાય એક કોમ્પ્યુટર (યૂપીએસની સાથે), એક પ્રિન્ટર, ડિજિટલ/વેબ કેમેરા, ઇન્વર્ટર અથવા સોલર પેનલ, ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન સોફ્ટવેર, બ્રોડબેંડ કનેક્શનની જરૂર પડશે. આ બધા પર તમારે અંદાજિત 2થી 2.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેંટ કરવું પડશે. 

વીએલઇ બનવા માટે તમારી પાસે આધાર નંબર હોવો જરૂરી છે. તેના દ્વારા તમે https://csc.gov.in વેબસાઇટ પર જઇ રજિસ્ટ્રેશન કરી શકો છો. જેમા તમને એક ઓટીપી નંબર મળશે. તેના દ્વારા તમે ઓનલાઇન એપ્લાય કરી શકો છો. જો તમે ઓફલાઇન એપ્લાય કરવા માંગો છો તો ગ્રામ પંચાયત અથવા નગર પંચાયત પર કમેટી પાસે એપ્લાય કરી શકે છ, જે તમારા પ્રપોજલની સ્ટડી કર્યા બાદ તમને સીએસસીનું લાઇસંસ આપશે.

 

 
સીએસસીમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, મતદાર યાદીમાં નામ એડ કરાવવું, ઓળખ પત્ર, પાસપોર્ટ બનાવવાની સુવિધા આપવામાં આવે છે. તે સિવાય તમે મોબાઇલ રિચાર્જ, મોબાઇલ બિલ પેમેન્ટ, ડીટીએચ રિચાર્જ, ઇન્સ્ટેંટ મની ટ્રાંસફર, ડેટા કાર્ટ રિચાર્જ, એલઆઇસી પ્રીમિયમ, રેડ બસ, એસબીઆઇ લાઇફ, બિલ ક્લાઉડ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવી શકો છો. અહીં બેંકિંગ, ઇન્શ્યોરંસ અને પેન્શન સર્વિસ પણ આપવામાં આવે છે. સીએસસીમાં પુખ્ત શિક્ષણ કાર્યક્રમ, ડિજિટલ લિટરેસી પ્રોગ્રામ, વોકેશન તથા સ્કિલ ડેવલોપમેંટ ટ્રેનિંગ આપી શકાય છે. ખેડુતોને સીએસસીના માધ્યમથી હવામાનની જાણકારી તથા માટીની ઓળખ જેવી સર્વિસ પણ આપી શકાય છે. એટલું જ નહીં ટેલીમેડિસન સર્વિસ પણ લોકોને ઉપલબ્ધ કરાવી શકાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.