મોડાસા તાલુકાના સાકરીયા ગામે જિલ્લા એલસીબી દ્વારા જુગારધામ ઝડપાયું

 મોડાસા તાલુકાના સાકરીયા ગામે જિલ્લા એલસીબી દ્વારા જુગારધામ ઝડપાયું
 
 
અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના સાકરીયા ગામે જિલ્લા એલસીબી દ્વારા દરોડા પાડી ને સાકરીયા ગામના પૂર્વ સરપંચ ના ઘરમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્‌યું હતુ
અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમય થી દારૂ અને જુગાર ની બદી સામે લાલ આંખ કરી છે જેને પગલે જિલ્લામાં ગુનાખોરીની પ્રવૃતિઓ કરનાર ગુનેગારો માં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને ગઈકાલે રાત્રી ના સમયે બાતમી મળી હતી કે મોડાસા તાલુકાના સાકરીયા ગામે પૂર્વ સરપંચ મીનેશ પટેલ ઉર્ફે ભેમાના ઘરમાં હાઈપ્રોફાઈલ જુગારધામ રમાઈ રહ્યો છે જેના પગલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છાપો મારતા આ પૂર્વ સરપંચ ના ઘરમાંથી જુગાર રમતા ૮ જેટલા શખસો આબાદ રીતે ઝડપાઇ ગયા હતા પોલીસ દ્વારા ઘટના સ્થળ પરથી ૬૭૩૦૦ રૂપિયા રોકડાં તેમજ ૮ મોબાઈલ મળી કુલ ૧લાખ ૨૧ હજાર ૩૬૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્‌યો હતો જ્યારે આ હાઈ પ્રોફાઈલ જુગાર ધામ માં સાકરીયા ગામનો પૂર્વ સરપંચ મીનેશ પટેલ ઉર્ફે ભેમો તેમજ અરવલ્લી જિલ્લા નો એક ચર્ચિત બિલ્ડર દિલીપ ગાંધી ઉર્ફે બંટો સહિત ૮ લોકો ઝડપાઇ ગયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.