મહેસાણા પાસે ગમખ્વાર અકસ્માતમાં આઇસરનો કચ્ચરઘાણ, ચાલકનું મોત

મહેસાણા નજીક વહેલી સવારે રૂંવાડા ઉભા કરી દેતો ખતરનાક અકસ્માત થયો છે. શાકભાજી ભરેલી આઇસર અને મહાકાય વાહન વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં આઇસરનો કચ્ચરઘાણ વળી ગયો અને ડ્રાઈવરનું કરૂણ મોત નિપજ્યું હતું. માર્ગ દુર્ઘટનાને પગલે ટ્રાફિક જામ થયો હતો. મહેસાણા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
મહેસાણા નજીક નુગર અને બોદલા વચ્ચે આઈસર અને કાળ સમાન વાહન ટકરાયા હતા. જેમાં કોબીજ ભરેલી આઈસરનો આગળનો ભાગ રીતસર કપાઇ ગયો હતો. આ દરમ્યાન આઇસર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે, આઈસરની બોડીનો ભાગ અને શાકભાજી માર્ગ પર આવી ગયા હતા. સૌથી મહત્વની વાત સામે આવી છે કે, આઈસરનો કચ્ચરઘાણ કરનાર મહાકાય વાહન અને ચાલક ઘટનાસ્થળે ન હોવાથી અનેક સવાલો ઉભા થયા છે.આઈસર મોટું વાહન હોવાથી તેનો આગળનો ભાગ કાપી નાખનાર વાહન ટર્બો ડમ્પર હોઈ શકે છે. અકસ્માતમાં મૃતક યુવાન છે અને તેની સાથે અન્ય કોઈ હતું તેમજ દુર્ઘટના નિપજાવનાર સહિતની તપાસ મહત્વની બની છે. આવી સ્થિતિમાં આઇસર સામેના તોતિંગ વાહન અને તેના ચાલકને લઈ અનેક સવાલો અને આશંકાઓ બની છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.