બાયડ પાસે હોટલના પાર્કિંગમાંથી દારૂ ભરેલી બે ગાડીઓ મળી આવતા ચકચાર

બાયડ નજીક આવેલ હોટલના પાર્કિંગમાંથી બે વાહનમાં ભરેલો દારૂ પોલીસે ઝડપી પડ્યો હતો. દારૂ પકડાવાને લઇ કોંગ્રેસ તથા ભાજપમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઇ ગયા છે. બાયડ નજીક આવેલ વૃંદાવન હોટલના પાર્કિંગમાં જ બે ગાડીમાં દારૂ હોવાની બાતમી મળતાં બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી બન્ને ગાડીમાંથી વિદેશી દારૂ, બિયરની બોટલો કબજે કરી કુલ 4.3 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જોકે દારૂ ઝડપાવવાની સાથે જ બાયડમાં ચૂંટણી હોવાને લઇ રાજકીય આક્ષેપો શરૂ થઇ ગયા હતા. કોંગ્રેસ ઉમેદવાર જશુભાઇ પટેલે આક્ષેપ કરતાં જણાવ્યું કે ગૃહપ્રધાન જે હોટલમાં હતા ત્યાંથી જ દારૂ મળ્યો છે. ચૂંટણીપંચમાં અમે ફરિયાદ કરશું. જ્યારે બીજી બાજુ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા એ જણાવ્યું કે કોંગ્રેસ હાર ભાળી ગઇ છે માટે ખોટા આક્ષેપો કરે છે. આ ઘટનામાં ભાજપ ને કોઇ લેવાદેવા જ નથી.
ચૂંટણી માટે પ્રચાર થઇ ગયાની રાત્રે જ સ્થાનિક નાગરિકોને ખબર પડી હતી કે, વૃંદાવન હોટલ પાસે ટ્રક ઉભી છે અને તેમાં દારૂ છે. આથી લોકોનું ટોળું એકઠું થયું હતું અને તેમણે ટ્રકની તલાશી લેતા મિની ટ્રક ટાઇપ વાહનમાંથી દારૂ પકડાયો હતો.આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.