રાધનપુરમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગી અગ્રણીઓને પોલીસ ટેમ્પામાં બેસાડીને લઇ ગઈ

 
 
 
 
                 રાધનપુર શહેર અને તાલુકામાં કોંગ્રેસ દવારા ડીઝલ અને પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં આપેલા બંધના એલાનને નિષ્ફળતા મળી હતી,કોંગ્રેસના કાર્યકરો સહીત તમામ દુકાનો અને બજારો સવારથી જ ખુલ્લા રહ્યા હતા.એક બાજુ વરસાદ નહિવત પ્રમાણમાં પડ્‌યો હોવાથી ખેતી મુરઝાઈ રહી છે અને લોકો મંદીનો માર સહન કરી રહ્યા છે ત્યારે બંધને  કારણે આ વિસ્તારના લોકોને કે વેપારીઓને નુકશાન વેઠવું પડે એ પરવડે તેમ નથી તેવો એકસૂર જોવા મળ્યો હતો.જો કે સવારે સાડા નવ વાગ્યાના સુમારે કોંગ્રેસના અગ્રણીઓ ગાંધીચોકમાં એકઠા થયા બાદ વેપારીઓને બંધ રાખવા માટે વિનવણી કરતા હતા એ સમય દરમ્યાન પોલીસ આવીને ૨૮ જેટલા કોંગી અગ્રણીઓ અને કાર્યકરોને ટેમ્પામાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી,અને સાંજે પાંચ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા.જો કે પોલીસે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોને એક વખત ગરમ-ગરમ ગોટા અને એક વખત ગરમ-ગરમ ફાફડાનો નાસ્તો કરાવ્યો હતો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ પટેલના જણાવ્યા મુજબ વેપારીઓને બંધ રાખવાની વિનંતી કરતા હતા, એ સમય દરમ્યાન ગેરકાયદેસર રીતે તેમની પોલીસ દવારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ પટેલ,શહેરપ્રમુખ કાનજીભાઈ પરમાર, યુવા પ્રમુખ લક્ષમણભાઇ આહીર, પ્રદેશ ડેલિગેટ હમીરજી ઠાકોર, જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ રાઠોડ, કરશન ભાઇ ચૌધરી, સહીત અગ્રણીઓ અને કાર્યકરોનો સમાવેશ થાય છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.