ક્રિકેટ : વિઝ્ડને T-20 દાયકાની ટીમ જાહેર કરી; કોહલી અને બુમરાહ સામેલ, ધોનીને જગ્યા ન મળી

 વિઝ્ડને સોમવારે દાયકાનીT-20 ટીમ જાહેર કરી હતી. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને જગ્યા મળી નથી. ઓસ્ટ્રેલિયાના આરોન ફિન્ચને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને મોહમ્મદ નાબીનો પણ ટીમમાં સમાવેશ થયો છે, પાકિસ્તાનના કોઈ ખેલાડીને સ્થાન મળ્યું નથી.વિઝ્ડનની ટીમમાં ઘણા જાણીતા ચહેરા જોવા મળ્યા નથી. એમએસ ધોની, બેન સ્ટોક્સ અને ડેવિડ વોર્નરની આ ટીમમાંથી બાદબાકી થઇ છે. બીજી તરફ અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન અને ઓલરાઉન્ડર મોહમ્મદ નાબીને સ્થાન મળ્યું છે. ઇંગ્લેન્ડના ડાબોડી બોલર ડેવિડ વિલીને ટીમમાં જગ્યા મળી છે.કોહલી અંગે વિઝ્ડને કહ્યું- "ડોમેસ્ટિક ક્રિકેટમાં કોહલી ભલે સફળ ન રહ્યો હોય પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ તેનો દેખાવ જોરદાર રહ્યો છે. તેની એવરેજ ૫૩ની છે, જે દાયકામાં સૌથી વધારે છે. તે ત્રણ નંબર પર આદર્શ બેટ્સમેન છે. પેસ અને સ્પિન સામે એક જ રીતે રમે છે." જયારે બુમરાહ અંગે કહ્યું કે, ડેથ ઓવર્સમાં તેના જેવો કોઈ બોલર છે નહીં. તેની ઈકોનોમી રેટ ૬.૭૧ની છે, જે આ લેવલ વર્લ્ડ ક્લાસ છે.આરોન ફિંચ (કેપ્ટન), કોલિન મુનરો, વિરાટ કોહલી, શેન વોટસન, ગ્લેન મેક્સવેલ, જોસ બટલર, મોહમ્મદ નાબી, ડેવિડ વિલી, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.