સાબરકાંઠાની ૧૪ ગ્રામ પંચાયતોની ૨૦મી જાન્યુઆરીએ ચૂંટણી

 
 
 
 
 
                                     સાબરકાંઠા જીલ્લાના ૧૪ ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થવા આવી છે ત્યારે જીલ્લા ચુંટણી પંચ દ્વારા થોડા સમય અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતુ . જે મુજબ ૧૪ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને પેટા ચુંટણી આગામી તા . ૨૦ જાન્યુઆરીના રોજ યોજાનાર છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે . આ અંગે જીલ્લા ચુંટણી શાખામાંથી મળતી માહીતી મુજબ જીલ્લાની ૧૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચુંટણી યોજાનાર છે ત્યારે તેમાં ઈવીએમના માધ્યમથી મતદાન કરાશે . દરમ્યાન ચુંટણીને આડે હવે ફક્ત બે દિવસ બાકી હોવાને કારણે ચુંટણી જંગમાં ઉભા રહેલા ઉમેદવાર મતદારોને પોતાની તરફે કરવા માટે ગમે તે રીતના પ્રચાર કરી પ્રલોભનો આપી રહ્યા છે . જોકે ભતકાળના અનભવો પરથી એ વુ જણાઈ રહ્યું છે કે મતદાર ક્યારેય પોતાનું મન કળવા દેતા નથી . તેતો મતદાન મથકમાં ગયા બાદ કયા ઉમેદવારને પસંદ કરવો તેનો નિર્ણય કરે છે . જીલ્લાની જે ૧૪ ગ્રા પંચાયતોની ચુંટણી સંદર્ભે તા . ૨૦ જાન્યુઆરીના રોજ મતદાન થનાર છે તેમાં હિંમતનગર તાલુકાના ચાંપલાનાર અને હિંમતપુર ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી થશે . જ્યારે સવગઢ , ગઢા અને સઢા ગ્રામ પંચાયતોના વોર્ડ અને સરપંચ માટે પેટા ચુંટણી યોજાશે . ઈડર તાલુકાની વાત કરીએ તો વાંસડોલ અને કુકડીયા , તલોદ તાલુકાની ભીમપુરા અને નવલપુર , પ્રાંતિજ તાલુકાના રામપુરા , આમોદરા , ખેડબ્રહ્મા તાલુકાના પરોયા , ઉંચી ધનાલ તથા તુવર પંચાયતની ચુંટણી થશે . આ તમામ ગ્રામ પંચાયતોની ચુંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ તા . ૨૨ જાન્યુઆરીના રોજ તાલુકા મથક ખાતે આવેલ મામલતદાર કચેરીમાં મત ગણતરી કરાશે . હાલ તો ચૂંટણીનું મતદાન થવાનું બાકી છે 
ત્યારે ચુંટણી લડી રહેલા ઉમેદવાર અને તેમના ટેકેદારો જીત માટે આશાવાદી બનીને દાવા કરી રહ્યા છે . તો બીજી તરફ રાજકારણમાં ખુબજ અટપટી ગણાતી ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ગામનું રાજકારણ ખુબજ મહત્વનું બની જાય છે . જેના લીધે ભુતકાળમાં જીતી શકે તેવા ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્‌યો હોય તેવા કિસ્સા જાણવા મળ્યા હતા .
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.