સિધ્ધપુર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ દ્વારા સિદ્ધપુર તાલુકા પંચાયત ની દુકાનો પરત કરવા કબજેદારોને આદેશ

 
 
                   દસ વર્ષથી પડતર કેસને ૨૦૧૮માં ંર્ઙ્ઘ તરીકે ચાર્જ સંભાળતા સંજય ઉપલાણા એ સમગ્ર પ્રકરણનો અભ્યાસ કરી કોર્ટ સમક્ષ રૂબરૂ જુબાની આપતા તાલુકા પંચાયતની માલિકીની જગ્યા પરત મેળવવાનો માર્ગ મોકળો થયો  સિધ્ધપુર શહેરના જૂના ટાવરથી ઝાંપલીપોળ ના માર્ગ પર સિદ્ધપુર તાલુકા પંચાયત ની જગ્યા આવેલી છે આ જગ્યા ઉપર બનેલ દુકાનોમાં દુકાનદારોએ કાયમી ભાડુઆત હોવાનો દાવો કર્યો હતો જેની સામે સિદ્ધપુર તાલુકા પંચાયત દ્વારા આ દુકાનદારો ભાડુઆત નહીં પરંતુ ગેરકાયદેસરના કબજેદાર છે તેવી રજુઆતો કરી પ્રતિવાદી તરીકે સિદ્ધપુર તાલુકા પંચાયત જોડાઇ હતી, જેની સિધ્ધપુર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ ટી.એસ દવેની કોર્ટમાં સુનાવણી થતા આ દુકાનો સિદ્ધપુર તાલુકા પંચાયતને પરત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો સિધ્ધપુર તાલુકા પંચાયત દ્વારા આ જગ્યા ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત ને વેચાણથી આપવામાં આવેલી છે જેને પરિણામે ૨૦૦૮માં આ વિવાદ શરૂ થયો હતો જે બાદમાં કબજેદારો દ્વારા કાયમી ભાડુઆતો હોવાનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે ૨૦૧૮માં ટી.ડી.ઓ તરીકે જવાબદારી સંભાળતા સંજય ઉપલાણા દ્વારા આ બાબતે વિશેષ રસ દાખવતા આ મેટરને આગળ ધપાવી ઝડપી ચુકાદો લાવવા પ્રયાસ કરાતા તેમાં રજૂઆતો અને તેના સંદર્ભ તથ્યો કોર્ટ સમક્ષ રજૂ કરી આ કેસને આગળ ધપાવવામાં આવ્યો હતો જેની સુનાવણી થતા આ કબજેદારો ને ગેરકાયદેસર ની દુકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.