સાંતલપુરના ઝઝામ પાસે ટર્બોની ટક્કરે 2 પિતરાઇના મોત, માતા-પુત્રને ગંભીર ઈજા

 
સાંતલપુર તાલુકાના ઝઝામથી કિલાણા વચ્ચે કસ્ટમ રોડ પર પૂરઝડપે દોડી રહેલા ટર્બો ટ્રકે એક બાઇકને ટક્કર મારી હતી. જેમાં ભાઇને પરણાવીને પાછા સોનેથ ગામે જઇ રહેલા બે પિતરાઇઓના મોત નીપજ્યા હતા. જ્યારે એક મહિલા અને તેના બાળકને ઇજાઓ થતાં તેઓને મહેસાણા ખાનગી દવાખાને સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે ગામમાં લગ્ન મંગળીયાના બદલે ઘેરી ગમગીની ફરી વળી હતી.
સોનેથ ગામના અંબારામ રામજીભાઇ ઠાકોરના દીકરા જગદીશની જાન રવિવારે સવારે ઝઝામ ગામે ગઇ હતી. ત્યાં લગ્ન પતી ગયા બાદ જાન સાંજે પાછી ફરતી હતી. તેમાં કાકા-બાપાના બે પિતરાઇ ભાઇઓ મણાભાઇ શંકરભાઇ અને ચમનભાઇ રામજીભાઇ તેમનું મોટરસાયકલ જીજે 02એ2574 લઇને કસ્ટમ રોડ પરથી પસાર થઇ રહયા હતા. ત્યારે કસ્ટમ રોડના નર્મદા કેનાલના બીજા પુલ પાસે પૂરઝડપે આવી રહેલા ટર્બો ટ્રક જીજે 12 બીવી4485ના ચાલકે બાઇકને ટક્કર મારતાં બંને યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે વિમુબેન ચમનજી અને તેમનો નાના બાળક ચેતનને ગંભીર ઇજાઓ થતાં તેઓને વારાહીથી મહેસાણા રીફર કર્યા હતા. જેઓને મહેસાણા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાં વિમુબેનને હેમરેજ જયારે ચેતનને પગે ફેકચર થઇ ગયાનું તબીબે જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલા મૃતકના કુંટુંબી કાકા હરચંદજી માવજીભાઇ ઠાકોરે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ આર.બી.વાધીયા તપાસ ચલાવી રહ્યા છે.
ગામના દીકરાની જાન ગયેલ હોઇ સૌ કોઇ આનંદ મંગલમય હતા ગામમાં પણ માંગલીક માહોલ હતો જેઓ જાનમાં ગયા નહોતા તેઓ જાન અને વહુવારૂ આવે તેની રાહ જોતા હતા ત્યારે રસ્તામાં આ અમંગળ ઘટના બની જતાં ગામમાં રોકકળ મચી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,અહીના રોડ રસ્તા પર ટર્બા ગાડીઓ પૂરઝડપે દોડતી હોય છે અને કસ્ટમ રોડ કે કેનાલના માર્ગો પર કોઇ રોકવા ટોકવા વાળું ન હોઇ પૂરજડપે વાહનો નિકળતા હોય છે. તેમાં ટર્બા ગાડીઓથી મોટો ખતરો રહે છે. આવા વાહનો સામે સખત કાર્યવાહી કરવાની જરૂર છે. કસ્ટમ રોડ સિંગલ પટ્ટી છે જ્યાં માંડમાંડ પસાર થઇ શકાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.