હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં પદયાત્રા કરનાર ૧૦૦ કાર્યકરોની અટકાયત

 હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં પદયાત્રા કરનાર ૧૦૦ કાર્યકરોની અટકાયત
 
હિંમતનગર
ગુજરાતમાં અનામત તેમજ ખેડૂતોના દેવામાફીની માંગ સાથે ઉપવાસમાં ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં આજે સાબરકાંઠાના ગઢોડા ગામના લોકોએ અમદાવાદ સુધી પદયાત્રાનું આયોજન કરાયું હતું. જો કે મા ઉમીયાના રથયાત્રા અંગે કોઈ પરમીશન ન હોવાને પગલે ૧૦૦થી વધુની અટકાયત કરાઈ છે
છેલા ૯ દિવસથી અનામત તેમજ ખેડૂત દેવા માફીને પગલે સાબરકાંઠાના ગઢોડા ગામથી અમદાવાદ સોલા સુધી ઉમિયાજીના રથ સાથે મોટી સંખ્યામાં અમદાવાદ જવા રવાના થયા હતા. જોકે પોલીસે અધવચ્ચે જ તમામ લોકોને અટકાવ્યા હતા જ્યાં સ્થાનિકો રસ્તા પર બેસી જતા ૧૦૦ થી વધુ પાટીદારોની અટકાયત થઇ કરાઈ છે જો કે ગઢોડાથી શરૂ થયેલી પદયાત્રામાં મહિલાઓ સહીત મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.આજે વહેલી સવારથી ગઢોડા ગામમાં ૨૦ જેટલા પાટીદાર પ્રભાવિત ગામોના પાટીદાર ગઢોડા ગામે પહોચ્યા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.