વાવના રાછેણા ગામે વૃધ્ધ દંપતિ ઉપર જીવલેણ હુમલો

“જર જમીન અને જારૂ ત્રણે કજીયાના છોરૂ” એ પંક્તિ વાવ તાલુકાના રાછેણા ગામે સાચી પડી છે. ગામના પ્રજાપતિ માંનાભાઈ પાતાભાઈ (ઉ.૭ર) તેમના પરિવારજનો સાથે પોતાના ખેતરમાં “વાઢિયો” બનાવી  ને રહે છે. ગત તા.૧૭-૭-૧૯ ના રોજ વહેલી સવારે પ્રજાપતિમાંનાભાઈ અને તેમના પત્ની કુંવરીબેન પ્રજાપતિ  ખેતરમાં એકલા હતા. ત્યારે તેમના પિતરાઈ ભાઈઓ વચ્ચે ખેતરની જમીનની માપણીના મુદ્દે વિવાદ ચાલતો હોઈ તેમના પિતરાઈભાઈઓ તેમની પત્નીઓ સહીત તમામ પરિવાર એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ટ્રેક્ટરમાં તિક્ષણ હથિયાર વડે માંનાભાઈ પ્રજાપતિના ખેતરમાં ઘૂસી આવી માંનાભાઈ પ્રજાપતિ અને કુવરીબેન પ્રજાપતિ ઉપર માથાના ભાગે જીવલેણ હુમલો કરતાં બંને વૃધ્ધ દંપતિ બેહોશ થઈ લોહી લુહાણ હાલતમાં બૂમ-બરાળા કરતા ખેતર પાસે રહેતા લોકોએ બચાવી લીધા હતા બાદમાં હુમલામાં  ગંભીર રીતે ઘવાયેલા આ વૃધ્ધ દંપતિને તાત્કાલિક ૧૦૮ મારફત વાવ ખાતેની રેફરલ હોસ્પિટલમાં  સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં તેમની પરિÂસ્થતિ ગંભીર જણાતા તેમને થરાદ ખાતેની  પ્રાઈવેટ  હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત વૃધ્ધ દંપતિના પુત્ર દશરથભાઈ માંનાભાઈ પ્રજાપતિ એ ૭ વિરૂધ્ધ વાવ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપેલ છે. જે સંદર્ભે વાવ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.