ખેડામાં ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના કરૂણ મોત

ખેડા જિલ્લાના અપુજી કપડવંજ રોડ સુરાવત ગામે રામમઢી પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં ઘટના સ્થળે 3નાં સ્થળ પર મોત થયા હતા જ્યારે 1ને ઇજા થવા પામી હતી.
 
ડમ્પર ચાલકે તેનું વાહન બેફિકરાઇપૂર્વક ગફલતભરી રીતે પુરઝડપે હંકારી મોટરસાઇકલ સાથે અથડાવીને અકસ્માત કર્યો હતો. જેમં કિરણકુમાર વખતસિંહ સોલંકી, અલ્પેશભાઇ બાબરભાઇ સોલંકી તથા ચેહરભાઇ પરબતભાઇ રાઠોડનું સ્થળ પર મોત થયું હતું. જ્યારે નિકુલભાઇ જવાનસિંહ પરમારને શરીરે ઇજાઓે થઇ ગહતી.
 
આ અંગે કઠલાલ પોલીસ સ્ટેશનમાં વખતસિંહ સોલંકીએ ફરિયાદ આપી હતી જેને લઇને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવેલ હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.