સ્કૂલ સંચાલકોએ પ્રિન્સિપાલને ખુલ્લેઆમ ફટકાર્યા, વિદ્યાર્થીઓ વચ્ચે પડ્યા તો થયા આ હાલ

મારામારીનો આ કિસ્સો ઉત્તરપ્રદેશના ગોરખપુરનો છે. અહીં સ્કૂલ સંચાલકો પ્રિન્સિપાલને જાહેરમાં જ બેફામ માર મારી રહ્યા છે. એક સંચાલક લાફાવાળી કરી રહ્યો છે તો બીજો ડંડાવાળી કરતો જોવા મળે છે. પ્રિન્સિપાલને બચાવવા વિદ્યાર્થીઓ વચ્ચે પડે છે, પણ તેમનું શું ગજું? જુઓ વચ્ચે પડેલી આ વિદ્યાર્થિનીના શું હાલ થાય છે. વાત એમ હતી કે, સ્કૂલ દ્વારા બેફામ વસૂલાતી ફી મામલે તપાસ કરવા ડિસ્ટ્રિક ઇન્સ્પેક્ટર સ્કૂલ આવ્યા હતા. સંચાલકોને એવું લાગ્યું કે, પ્રિન્સિપાલની ભલામણથી જ આ બધુ થયું છે. બસ આ જ વાતમાં બન્ને સંચાલકો પ્રિન્સિપાલ પર તૂટી પડ્યા. જો કે, પ્રિન્સિપાલના બચાવમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરતા પોલીસના ધાડેધાડા ઊતરી પડ્યા. પ્રિન્સિપાલના સમર્થનમાં વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને બન્ને સંચાલક સામે કાર્યવાહીની માગ કરી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.